Israel-Hamas War: હમાસના હુમલા બાદ ગુમ થઇ હતી ઇઝરાયલની યુવતી, 47 દિવસ બાદ મળી લાશ
Israel-Hamas War: ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેણે હજારો લોકોની હત્યા કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહમાસના હુમલામાં માર્યા ગયેલી ઇઝરાયલની શનિ ગૈબે નામની યુવતીનો બુધવારે (22 નવેમ્બર) મળી આવ્યો હતો. મહિલાએ કિબુત્ઝ રીમમાં સંગીત સમારોહમાં કામ કરતી હતી જ્યાં હમાસે ઘાતકી હુમલો કર્યો હતો.
7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકીઓએ રીમમાં એક કોન્સર્ટ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 260 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગાઝા નજીક કિબુત્ઝ રીમ પાસે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં હજારો લોકો હાજર હતા. આ દરમિયાન હમાસના હુમલાથી બચવા માટે દોડી રહેલા ઘણા લોકોને ગોળી વાગી હતી, જેમાં શનિ ગૈબનું પણ મૃત્યુ થયું હતું.
તેનો પરિવાર તેમના મૃત્યુના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો હતો. તેમને આશા હતી કે તેમની દીકરી જીવિત હશે. આ માટે તે સતત તેને શોધી રહ્યા હતા.
તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી જાણવા મળ્યું કે તેને યોગનો ખૂબ શોખીન છે. તેણે ઈન્સ્ટા પોસ્ટમાં સૂર્ય નમસ્કાર પોઝમાં ફોટો પોસ્ટ કર્યો હતો.