Underwater Metro: કોલકત્તામાં તો હવે દોડી અંડરવૉટર મેટ્રૉ, આ દેશોમાં તો પાણીની અંદર કેટલાય વર્ષોથી ચાલી રહી છે ટ્રેન
Latest Photos Of Underwater Metro: ભારતમાં પહેલીવાર મેટ્રૉ પાણીની નીચે દોડી છે. પીએમ મોદીએ બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કર્યું હતુ. ચાલો જાણીએ કે ટ્રેન પાણીની નીચે ક્યાં દોડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં પ્રથમ ક્રમે યૂકે અને ફ્રાન્સ વચ્ચે ચાલતી અંડરવોટર ટ્રેન છે જે ફૉકસ્ટોનથી કલાઈસ સુધી દોડે છે. આ ટ્રેન લાંબા સમયથી ચાલી રહી છે.
આ પછી બીજા સ્થાને સ્વીડન અને ડેનમાર્ક વચ્ચે ચાલતી અંડરવોટર ટ્રેન છે. આ ટ્રેન બાલ્ટિક સમુદ્રની નીચેથી પસાર થાય છે.
જાપાન ત્રીજા નંબર પર છે. અહીં હૉન્શુથી હોક્કાઇડો આઇલેન્ડ સુધી પાણીની અંદરની ટ્રેન ચાલે છે. આ માર્ગ ઘણો સુંદર છે. જો કે, આમાં તમે પાણીની અંદરની વસ્તુઓ જોઈ શકતા નથી, કારણ કે આ ટ્રેન એક ટનલની અંદર દોડે છે.
તુર્કી ચોથા નંબર પર છે. તુર્કીમાં અંડરવોટર ટ્રેન મારમારે ટનલમાંથી પસાર થાય છે. આ વિશ્વના સૌથી મોટા અંડરવોટર ટ્રેન રૂટમાંથી એક છે.
અમેરિકા પાંચમા નંબરે છે. અહીં બાર્ટ ટનલમાં ટ્રેન પાણીની અંદર ચાલે છે. આ ટ્રેન ઓકલેન્ડથી સાન ફ્રાન્સિસ્કો સુધી દોડે છે.