Jews Marriage: શું યહૂદી લોકો પણ લગ્નમાં લે છે 7 ફેરા, જાણો આ ધર્મમાં કેવી રીતે થાય છે મેરેજ
Jews Marriage: અત્યારે દુનિયામાં એક ભયાનક યુદ્ઘ ચાલી રહ્યું છે, એકબાજુ રશિયા અને યૂક્રેન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, તો બીજીબાજુ ઇઝરાયેલે હમાસ પર યુદ્ધ જાહેર કરી દીધું છે. આ બધાની વચ્ચે લોકો યહૂદીઓ વિશે જાણવાની કોશિશ કરી રહ્યાં છે. દરેક ધર્મમાં લગ્નને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે 7 ફેરા લેવામાં આવે છે. શું યહૂદી ધર્મમાં પણ એવું જ થાય છે? જાણો જાણીએ તેના વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયહૂદી ધર્મમાં પણ લગ્ન પહેલા રીંગ સેરેમની છે. આ ધર્મમાં લગ્નને કિડ્ડુશિન કહેવામાં આવે છે. લગ્ન માટે આ ચુપ્પાહ બનાવવાની પરંપરા છે.
મુસ્લિમ ધર્મની જેમ તેઓ લગ્નને કરાર તરીકે લે છે. કેટલાક સાક્ષીઓની હાજરીમાં વર અને કન્યા એકબીજાને તેમના જીવનસાથી તરીકે પસંદ કરે છે.
યહૂદી ધર્મમાં લગ્ન પહેલા એકબીજાને મળવાની પરંપરા છે, જેને યોમ કિપ્પુર વિદુઈ કહેવામાં આવે છે. આ ધર્મમાં લગ્ન કરનાર યુગલે 4 થી 7 ફેરા લેવા પડે છે.