ઘાતક કોરોના વચ્ચે આ પાંચ દેશો થયા માસ્ક ફ્રી, અહીં લોકોને માસ્ક પહેરવુ ફરજિયાત નથી, જાણો વિગતે
નવી દિલ્હીઃ ભારતમાં જ્યાં આજે પણ કોરોના વાયરસ પોતાના મૂળીયા મજબૂત કરી રહ્યો છે, ત્યાં દુનિયાના કેટલાક એવા દેશો છે, જે કોરોના વાયરસથી છુટકારો મેળવી ચૂક્યા છે, અને ખુદને કૉવિડ ફ્રી બતાવી રહ્યાં છે. સાથે જ હવે આ દેશોમાં માસ્ક પહેરવુ પણ જરૂરી નથી માનવામાં આવી રહ્યું. જાણો કયા કયા દેશો છે જ્યાં લોકો કોરોના કાળમાં પણ માસ્ક પહેરવાથી મળી ચૂકી છે આઝાદી...... આ દેશોમા માસ્ક પહેરવુ જરૂરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલ- આ દેશ ખુદને કૉવિડ મુક્ત કરનારો દુનિયાને પહેલો દેશ બની ગયો છે. અહીં સરકારે ફેસ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમને હટાવી દીધો છે. સાથે જ ત્યાં લગભગ 70 ટકા વસ્તીનુ વેક્સિનેશન થઇ ચૂક્યુ છે.
ભૂટાન- આ એક એવો દેશ છે જ્યાં વેક્સિનેશન દ્વારા કૉવિડ વિરુદ્ધ લડાઇ જીતી અને ફક્ત બે અઠવાડિયામાં પોતાની 90 ટકા વસ્તીનુ વેક્સિનેશન કર્યુ છે. અહીં કોરોના મહામારીની શરૂઆત બાદ ફક્ત એક જ વ્યક્તિનુ મોત થયુ છે. ભૂટાન ભારત અને ચીનનો પાડોશી દેશ છે, છતાં ક્યારેય કોરોના મહામારીની ઝપેટમાં નથી આવ્યો.
ન્યૂઝીલેન્ડ- મહામારી સામે સારી રીતે નિપટવા માટે ન્યૂઝીલેન્ડની તમામ દેશોએ પ્રસંશા કરી. આ દેશમાં પોતાના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્નના કારણે ફક્ત 26 લોકોના જ મોત થયા છે. વળી સરકારની કાર્યવાહી અને નિર્ણયોના કારણે આજે ન્યૂઝીલેન્ડ માસ્ક ફ્રી દેશ બની ગયો છે. થોડાક દિવસ પહેલા જ ઓકલેન્ડમાં એક કૉન્સર્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં વિના સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા વિના લગભગ 50,000 લોકોએ ભાગ લીધો હતો.
ચીન- કોરોના વાયરસે ચીનમાંથી પોતાનો ફેલાવો દુનિયામાં કર્યો હતો. પરંતુ દેશ હવે લગભગ વેક્સિનેશનના કારણે માસ્ક ફ્રી બની ગયો છે. ચીન દુનિયાના સૌથી ગંભીર રીતે પ્રભાવિત દેશોમાનો એક હતો, પરંતુ હાલના સમયમાં અહીં પર્યટનને પણ ખોલી દેવામાં આવ્યુ છે. ચીનમાં હવે મોટા ભાગના થીમ પાર્ક, રેસ્ટૉરન્ટ અને હૉટલો પુરેપુરી રીતે ખુલી ગઇ છે.
અમેરિકા- આ દેશમાં કેટલીય જગ્યાઓ પર પુરેપુરી વેક્સિન લગાવનારાઓને માસ્ક ફ્રી રહેવાનુ કહેવામા આવ્યુ છે. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રૉલ એન્ડ પ્રિવેન્શને એક મોટી જાહેરાત કરી છે કે - જે લોકો કોરના વાયરસ વિરુદ્ધ પુરેપુરી વેક્સિન લગાવી ચૂક્યા છે, તેમને હવે એકલા ચાલતી વખતે, દોડતી, કે લાંબી પદયાત્રા કે પછી બાઇક ચલાવતી વખતે માસ્ક પહેરવુ જરૂરી નથી.