Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 1000થી વધુ લોકોના મોત, અધિકારીઓએ કહ્યું- લોકો કબર ઉપર કબર ખોદી રહ્યા છે
અફઘાનિસ્તાનના દૂરના સરહદી વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં ઓછામાં ઓછા 1,000 લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. આ ભૂકંપ દેશના પૂર્વ પક્તિકા પ્રાંતમાં આવ્યો છે, જેની તીવ્રતા 6 જણાવવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સી AFI અનુસાર, પક્તિકામાં માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા મોહમ્મદ અમીન હુઝૈફાએ કહ્યું કે, લોકો કબરો ઉપર કબર ખોદી રહ્યા છે. તેમણે કહ્યું કે એકલા આ પ્રાંતમાં ઓછામાં ઓછા 1,000 લોકોના મોત થયા છે. વરસાદ પણ પડી રહ્યો છે અને તમામ મકાનો ધરાશાયી થઈ ગયા છે, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. દેશના સર્વોચ્ચ નેતા હિબતુલ્લા અખુન્દઝાદાએ ચેતવણી આપી હતી કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.
ગયા વર્ષે કાબુલમાં તાલિબાનોએ સત્તા પર કબજો મેળવ્યા પછી અને દેશના ઈતિહાસના સૌથી લાંબા યુદ્ધમાંથી યુએસ સૈનિકોની પીછેહઠ કર્યા પછી અફઘાનિસ્તાનમાંથી ઘણી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ નીકળી જવાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ આવવાની ધારણા છે. દરમિયાન બચાવકર્મીઓ હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા.
પાડોશી દેશ પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં ખોસ્ત શહેરથી લગભગ 50 કિમી દક્ષિણપૂર્વમાં હતું. યુએસ જીઓલોજિકલ સર્વે, જેણે ભૂકંપની તીવ્રતા થોડી ઓછી 5.9 માપી હતી. ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ માત્ર 10 કિમી હોવાનું જણાવવામાં આવ્યું છે, જે નુકસાનની હદ વધારવાનું બીજું કારણ હોઈ શકે છે.
પક્તિકાથી મળેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે આ વિસ્તારમાંથી લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર ઉડી રહ્યા છે. અન્ય લોકોને ત્યાં જમીન પર સારવાર આપવામાં આવી રહી છે. તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, અમે તમામ સહાય એજન્સીઓને પરિસ્થિતિને સંભાળવા માટે તાત્કાલિક તેમની ટીમોને ઘટના સ્થળે મોકલવા વિનંતી કરીએ છીએ.