Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Ajab Gajab: કોણ છે દુનિયાનો સૌથી ગરીબ દેશ ? છે સોના અને તેલનો ભંડાર છતાં પાઇ-પાઇ માટે તરસી રહ્યો છે દેશ......
News Ajab Gajab: એકબાજુ દુનિયા ટેક્નોલોજી અને વિજ્ઞાનના મામલામાં ઉંચાઈએ પહોંચી રહી છે, પરંતુ આજે પણ દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં લોકોને બે મુઠ્ઠી ખાવાનું પણ યોગ્ય રીતે મળી શકતું નથી. તે દેશોમાં સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી થઈ રહી નથી. આજે અમે તમને દુનિયાના કેટલાક ગરીબ દેશો વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ સુદાનઃ - આફ્રિકન દેશ દક્ષિણ સુદાન વિશ્વનો સૌથી ગરીબ દેશ છે. અહીં 11 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ લોકો અત્યંત ગરીબ છે. દક્ષિણ સુદાનની રાજધાની જુબા છે અને આ દેશની અર્થવ્યવસ્થા 2011માં આઝાદી પછી ક્યારેય સુધરી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ દેશમાં તેલનો ભરપૂર ભંડાર છે, તેમ છતાં અહીંની અર્થવ્યવસ્થામાં સુધારો થયો નથી.
બુરુન્ડી: - બુરુન્ડી વિશ્વનો બીજો સૌથી ગરીબ દેશ છે. આ દેશ લાંબા સમયથી ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. અહીંના 80 ટકા લોકો ખેતી પર નિર્ભર છે. આજે પણ બુરુન્ડીને પાણી, વીજળી વગેરે જેવી મૂળભૂત બાબતો માટે સંઘર્ષ કરવો પડે છે.
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક: - સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક એ વિશ્વનો ત્રીજો સૌથી ગરીબ દેશ છે. સોનું, તેલ, યૂરેનિયમ અને હીરા જેવા અનેક કિંમતી રત્નો પણ અહીં હાજર છે. આમ છતાં કુલ 55 લાખની વસ્તી ધરાવતો આ દેશ ગરીબીની કળણમાં ફસાયેલો છે.
સોમાલિયાઃ - સોમાલિયા વિશ્વનો ચોથો સૌથી ગરીબ દેશ છે. આ સમગ્ર દેશમાં અસ્થિરતા, લશ્કરી અત્યાચાર અને ચાંચિયાઓનો આતંક છે. સોમાલિયાને 1960માં આઝાદી મળી અને ત્યારથી તે આર્થિક રીતે પરેશાન છે. આ દેશની કુલ વસ્તી 1 કરોડ 26 લાખ છે.
કોંગો: - કોંગો વિશ્વનો પાંચમો સૌથી ગરીબ દેશ છે. સરમુખત્યારશાહી, રાજકીય અસ્થિરતા અને હિંસાએ કોંગોમાં સ્થિતિ વધુ ખરાબ કરી છે. કોંગોની ત્રણ-ચતુર્થાંશ વસ્તી એક દિવસમાં બે ડોલર (166 ભારતીય રૂપિયા) પણ ખર્ચી શકતી નથી.