હૉટનેસ અને બૉલ્ડનેસના મામલે બૉલીવુડની સુંદરીઓને ટક્કર આપે છે પાકિસ્તાનની ફર્સ્ટ Miss Universe એરિકા રૉબિન, જુઓ તસવીરો...
Pakistan First Miss Universe: આજકાલ પાકિસ્તાનમાં એક મુદ્દો ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે, કેમ કે આ મુદ્દો મહિલાઓ સાથે જોડાયેલો છે. પાકિસ્તાનમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં પાકિસ્તાનની એરિકા રૉબિન પ્રથમ આવી હતી. આ એરિકા રૉબિનની સુંદરતા એવી છે કે, તે બૉલીવુડની સુંદરીઓને પણ સુંદરતામાં ટક્કર આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરાચીની એક મૉડલ એરિકા રૉબિનને મિસ યૂનિવર્સ પાકિસ્તાન 2023નો તાજ પહેરાવવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ પાકિસ્તાની યુવતી મિસ યૂનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે.
પાકિસ્તાનની એક વેબસાઈટ અનુસાર, મિસ યૂનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે પાકિસ્તાનની 5 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.
એરિકા રૉબિનના લૂક્સની વાત કરીએ તો તે બૉલીવૂડની સુંદરીઓ સાથે પણ તેની સ્ટાઈલથી સ્પર્ધા કરે છે. એરિકાની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે.
ટ્રેડિશનલ લૂકથી લઈને અલગ-અલગ ડ્રેસિસ સુધીની એરિકા રૉબિનએ ઈન્સ્ટા પર તસવીરો પૉસ્ટ કરી છે. દરેક વ્યક્તિ તેની સ્ટાઈલના દિવાના છે.
આ લૂકની વાત કરીએ તો એરિકાએ લાઈટ બ્લૂ કલરનો શરારા પહેરેલો છે. તેમજ વાળને બન બનાવવામાં આવે છે. એરિકા આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં એરિકા રૉબિનએ બ્લેક કલરનો ગાઉન પહેરેલું છે. તેમજ ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. મેકઅપની વાત કરીએ તો એરિકાએ અહીં મિનિમલ મેકઅપ કર્યો છે.
એરિકા સોશ્યલ પર એક્ટિવ એક્ટિવ રહે છે. તેનો દરેક લૂક ખુબ જ વાયરલ થાય છે.