GK And Facts: આ 10 મામલાઓમાં કોઇ નથી પાકિસ્તાનથી આગળ, ચોંકાઇ દેશે તમને દરેક ફેક્ટ્સ
GK And Facts: પાકિસ્તાન હાલમાં ગરીબી અને નિરાધારતા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. તમે કલ્પના પણ ના કરી શકો એટલી મોંઘવારી ત્યાં છે. પાકિસ્તાન ભારતની સરખામણીમાં કેટલીય બાબતોમાં પાછળ છે, પરંતુ એવુ પણ નથી કે પાકિસ્તાન માત્ર પાછળ જ રહ્યું છે. આ ઉપરાંત કેટલીક બાબતો એવી છે, જેમાં પાકિસ્તાન દુનિયામાં સૌથી આગળ છે, તમે પણ આ ફેક્ટ્સ જાણીને ચોંકી જશો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનમાં વિશ્વના સૌથી ઊંચા શિખરો છે. તેમાંથી, K2 એ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. જ્યારે આ ઉપરાંત વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર તિર્મિચ મીર પણ આ દેશમાં છે. હિંદુકુશ, કારાકોરમ અને હિમાલયની ત્રણ સૌથી ઊંચી પર્વતમાળાઓ પણ આ દેશમાં છે.
પાકિસ્તાન પાસે વિશ્વનું સૌથી મોટું બંદર પણ છે. તેનું નામ ગ્વાદર બંદર છે. પાકિસ્તાનની સાથે સાથે ચીન પણ આ બંદરનો ઉપયોગ કરે છે.
વિશ્વનો સૌથી ઉંચો પાકો રોડ પણ પાકિસ્તાનમાં છે. આ રોડને ચીન-પાકિસ્તાન ફ્રેન્ડશિપ હાઈવે અથવા કારાકોરમ હાઈવે કહેવામાં આવે છે.
પાકિસ્તાનનું ઈધી ફાઉન્ડેશન વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છિક એમ્બ્યૂલન્સ સેવા ચલાવે છે.
વિશ્વભરમાં વેચાતા ફૂટબોલમાંથી અડધાથી વધુ ફૂટબોલનું ઉત્પાદન પાકિસ્તાનના સિયાલકોટમાં થાય છે. આ જ કારણ છે કે હાથથી ટાંકાવાળા ફૂટબોલનું ઉત્પાદન કરતા દેશોમાં પાકિસ્તાન નંબર વન છે. છેલ્લા બે ફિફા વર્લ્ડકપમાં ઉપયોગમાં લેવાતા ઓફિશિયલ ફૂટબોલ પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં વિશ્વનું સૌથી ઊંચું પોલો ગ્રાઉન્ડ છે. તે શાંડુર, પાકિસ્તાનમાં આવેલું છે.
પાકિસ્તાન વિશ્વનો એકમાત્ર એવો મુસ્લિમ દેશ છે જે પરમાણુ શક્તિ ધરાવે છે.
સૌથી યુવા નૉબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈનું ઘર પણ પાકિસ્તાનમાં છે.
વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, આજે પાકિસ્તાનના વિસ્તારમાં વિકસેલી છે.
પાકિસ્તાનનો તરબેલા ડેમ વિશ્વનો સૌથી મોટો માટીનો ડેમ છે. આ ઉપરાંત માળખાકીય જથ્થાની દ્રષ્ટિએ પણ તે સૌથી મોટો બંધ છે.