ભૂલથી પાકિસ્તાન પર ફાયર થયેલી ભારતીય મિસાઇલની તસવીરો આવી સામે, જાણો ક્યાંથી છોડવામા આવી હતી ને ક્યાં જઇને પડી.........
નવી દિલ્હીઃ પાકિસ્તાની આશંકા દર્શાવી છે કે આ એક સુપરસૉનિક મિસાઇલ હતી, જે હરિયાણાના સિરસામાંથી ફાયર કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં મિયા ચન્નૂ નજીક આવી પડી હતી. પાકિસ્તાનનુ કહેવુ છે કે સિરસામાં ભારતીય વાયુસેનાનુ એક મુખ્ય એરબેઝ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરક્ષા મંત્રાલયે કહ્યું કે, ટેકનિકલી ખામીના કારણે 9મી માર્ચે નિયમિત રીતે મેઇન્ટેનન્સ દરમિયાન દૂર્ઘટનાવશ મિસાઇલ ફાયર થઇ ગઇ હતી. જાણવા મળ્યુ છે કે દૂર્ઘટનાવશ ફાયર થયેલી મિસાઇલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી.
રક્ષા મંત્રાલયે કહ્યું કે, સરકારે દૂર્ઘટનાવશ મિસાઇલ ફાયર થઇ જવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે, અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પાકિસ્તાનનો આરોપ હતો કે 9મી માર્ચે ભારત તરફથી એક સુપરસનિક પ્રૉજેક્ટાઇલ (ફ્લાઇંગ ઓબ્જેક્ટ) ફાયર કરવામાં આવ્યુ હતુ.