PM Modi US Visit: યોગમય થયું UN હેડક્વાર્ટર, તસવીરોમાં જુઓ ભવ્ય નજારો
PM Modi US Visit: : PM મોદીએ બુધવારે (21 જૂન) ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. 183 દેશોના લોકોએ એક જ સ્થળે અને એક જ સાથે બેસીને યોગા કર્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે પીએમ મોદીએ યોગનું મહત્વ પણ વર્ણવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કે યોગનો અર્થ છે એક થવું. એટલા માટે તમે સાથે આવી રહ્યા છો. આ યોગના બીજા સ્વરૂપની અભિવ્યક્તિ છે. બોલ્યા બાદ તેમણે યોગા પણ કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, અહીં માત્ર નવ વર્ષ પહેલા મને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂકવાની તક મળી હતી. તેમણે કાર્યક્રમમાં આવેલા લોકોનો આભાર માન્યો અને કહ્યું કે યોગ ભારતમાંથી આવ્યો છે, પરંતુ તે કોપીરાઈટ, પેટન્ટ અને રોયલ્ટીની ચૂકવણીથી મુક્ત છે.
તેમણે કહ્યું કે યોગ એ જીવન જીવવાની રીત છે. તે વિચારો અને કાર્યોમાં સાવચેત રહેવાની એક રીત છે. તે પોતાની જાત સાથે, અન્ય લોકો સાથે અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની રીત છે. ચાલો આપણે યોગની શક્તિનો ઉપયોગ તંદુરસ્ત અને ખુશ રહેવા માટે કરીએ.
પીએમ મોદીએ દાવો કર્યો કે તેમને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રીયતાના લોકો અહીં હાજર છે. તેમણે વધુમાં કહ્યું કે તમે એકલા અને સમૂહમાં યોગ કરી શકો છો.
યોગ તમામ ધર્મ અને સંસ્કૃતિ માટે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે આખું વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકસાથે આવ્યું હતું. બાજરી એક સુપરફૂડ છે. તેઓ એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણ માટે પણ સારા છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમામ પ્રાચીન ભારતીય પરંપરાઓની જેમ તે પણ જીવંત અને ગતિશીલ છે. યોગ એ જીવનનો એક માર્ગ છે.