Shinzo Abe :જાપાનના પૂર્વ મુખ્યપ્રધાન શિંજો આબે ખુબ લોકપ્રિય હતા, જુઓ Photos
Shinzo Abe : જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેને જાહેર કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ગોળી વાગી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિંજો આબેનો જન્મ 21 સપ્ટેમ્બર 1954ના રોજ ટોક્યોમાં થયો હતો. તેઓ જાપાનના પ્રભાવશાળી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા.
શિંજો આબેના દાદા કૈના આબે અને પિતા સિન્તારો આબે જાપાનના ખૂબ જ લોકપ્રિય નેતાઓ હતા. તેમના નાના નોબોસુકે કિશી જાપાનના વડાપ્રધાન હતા.
શિંજો આબેએ રાજકારણમાં પ્રવેશતા પહેલા બે વર્ષ કોબે સ્ટીલ પ્લાન્ટમાં કામ કર્યું હતું. સ્ટીલ પ્લાન્ટમાં બે વર્ષ કામ કર્યા બાદ તેમણે નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો.
શિંજો આબેના પિતાનું 1993માં અવસાન થયું હતું, ત્યાર બાદ તેમણે પહેલીવાર ચૂંટણી લડી હતી. તેમને ચૂંટણીમાં સૌથી વધુ મત મળ્યા હતા. ત્યરાબાદ શિંજો આબેની લોકપ્રિયતા સતત વધતી રહી.
2006માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શિંજો આબે 52 વર્ષની વયે જાપાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. જાપાનના સૌથી યુવા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ તેમના નામે છે.
શિંજો આબેનો ભારત અને પીએમ મોદી સાથે ખુબ સારો સંબંધ હતો. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થયો.
શિંજો આબે જાપાનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન પણ હતા. તેઓ સતત 7 વર્ષ અને છ મહિના સુધી જાપાનના વડાપ્રધાન તરીકે રહ્યા
67 વર્ષીય શિન્ઝો આબેને આક્રમક નેતા તરીકે ઓળખવામાં આવતા હતા.