In Photos: સિયોલમાં હેલોવીન દરમિયાન 150નાં મોત, તસવીરો જોઈ કાંપી ઉઠશો
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલના ઇટાવોનમાં શનિવારે લોકપ્રિય હેલોવીન નાઇટ સ્પોટ પર ભારે ભીડ એકત્ર થયા બાદ નાસભાગ મચી ગઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું કહેવામાં આવી રહ્યું છે કે હેલોવીન પર ફિલ્મ અને ટીવી સ્ટાર્સ જોવાની વચ્ચે એકઠી થયેલી બેકાબૂ ભીડને કારણે ભાગદોડ મચી ગઈ હતી.
જેમાં 150 લોકોના મો થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.
આ ઉત્સવમાં એક લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.
યોનહાપ અનુસાર, મૃતકોમાં બે અને ઘાયલોમાં 15 વિદેશીઓ સામેલ છે.
પીડિતોમાં મોટાભાગના 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. આ અકસ્માતમાં આ વયજૂથના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કોરોના કાળ પછી પ્રથમ વખત હેલોવીન પર આટલી મોટી ભીડ એકઠી થઈ હતી અને દુર્ઘટના સર્જાઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેમિલ્ટન હોટેલમાં હેલોવીન સેલિબ્રેટ કરવા માટે ઘણી સેલિબ્રિટીઓ એકત્ર થઈ હોવાના અહેવાલ હતા.
આ સેલિબ્રેટીઓની ઝલક મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ઘાયલોની ઝડપી સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે.