Sri Lanka Crisis: રાષ્ટ્રપતિભવન પર ટોળાએ કર્યો કબજો, પ્રદર્શનકારીઓએ કરી તોડફોડ
Sri Lanka Crisis Protest: ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. શ્રીલંકામાં બેકાબૂ મોંઘવારીથી પરેશાન લોકોએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યો હતો. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસની અંદર પહોંચ્યા અને તેના પર કબજો જમાવી લીધો. રાષ્ટ્રપતિ રાજપક્ષે તેમનું નિવાસસ્થાન છોડીને ત્યાંથી ભાગી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા 11 મેના રોજ તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સમગ્ર પરિવાર સાથે ભાગી ગયા હતા ઉશ્કેરાયેલા ટોળાએ કોલંબોમાં રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનને ઘેરી લીધું હતું.
શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે પક્ષના નેતાઓની તાકીદની બેઠક બોલાવી હતી. પીએમ વિક્રમસિંઘેએ સ્પીકરને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરી છે. બીજી તરફ, SLPPના 16 સાંસદોએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. પ્રદર્શનને લઈને અનેક તસવીરો સામે આવી રહી છે. એક તસવીરમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળે છે. એટલું જ નહી, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદરના બેડરૂમમાં જઇને સૂઇ ગયા હતા. ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી.
આ પહેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને તેમના પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસ સાથેની અથડામણમાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓ માર્ચથી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળાએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘુસીને તોડફોડ કરી હતી. શ્રીલંકામાં બગડતી આર્થિક સ્થિતિ વચ્ચે આજે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી રેલી કરી હતી.
પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસક અથડામણમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કોલંબોની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
શ્રીલંકામાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. શ્રીલંકામાં ઉશ્કેરાયેલા ટોળાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં ટોળું SJB સાંસદ રાજિતા સેનારત્ને પર હુમલો કરતું જોવા મળે છે.