અફઘાનિસ્તાનમાં તાલિબાન સેક્સ માણવા માટે ઉઠાવી રહ્યા છે છોકરીઓને, ઈમામોને યાદી તૈયાર કરવા ફરમાન
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન હાલ સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાન છોડ્યુ, હવે દેશની સ્થિતિ એકદમ ગંભીર થઇ રહી છે. અહીં મોટા ભાગના સ્થળો પર તાલિબાનીઓએ કબજો જમાવી દીધો છે, અને તેઓએ છોકરીઓ અને મહિલાઓની ઘરે ઘરેથી ઉઠાંતરી શરૂ કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાલિબાને અફઘાનિસ્તાનમાં ઇમામોને એક યાદી તૈયાર કરવા ફરમાન કર્યુ છે, જે અંતર્ગત તાલિબાને તેમના વિસ્તારોમાં 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરની વિધવા મહિલાઓની સામેલ છે. આ તમામને તેઓ હાઉસ સ્લેવ-ગુલામ બનાવવા માગે છે. અફઘાનિસ્તાનની મહિલાઓને સૌથી વધારે સહન કરવું પડી રહ્યું છે.
ધ સન (The Sun) વેબસાઈટના અહેવાલ પ્રમાણે, તાલિબાનના લોકો ઘરે-ઘરે જઈને યુવા છોકરીઓ શોધી રહ્યા છે અને તેમને સેક્સ ગુલામ (Sex Slave) બનાવવામાં આવી રહી છે. તાલિબાનની આ પ્રવૃત્તિ સિરિયા તથા ઈરાકમાં ચાલી રહેલા આતંકી સંગઠન જેવી જ છે, તેઓ પણ મહિલાઓને સેક્સ ગુલામ બનાવવા માટે નામચીન છે.
આ ઉપરાંત ડેઈલી મેઈલ (Dailymail)ના અહેવાલ પ્રમાણે તાલિબાનો 12 વર્ષથી લઈ 45 વર્ષ સુધીની છોકરીઓ-મહિલાઓને ઘરે ઘરે જઈને શોધી રહ્યા છે, જેથી તેમના યુદ્ધ સાથે જોડાયેલા યુવકો વચ્ચે આ મહિલાઓનો સેક્સ ગુલામ તરીકે ઉપયોગ કરી શકાય.
બ્લૂમબર્ગના અહેવાલના રિપોર્ટનુ માનીએ તો ગયા મહિને તાલિબાને તેના કબજા હેઠળના વિસ્તારોમાં રહેલા તમામ ઈમામોને આદેશ કરીને કહ્યું કે, તેઓ પોતાના વિસ્તારમાં 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરની એવી વિધવા મહિલાઓની યાદી તૈયાર કરે અને તાલિબાનને સોંપે.
બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, અહીં તાલિબાનના આગમન સાથે જ શરીયા કાયદો લાગૂ થતા તેમની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગી શકે છે. આ મુદ્દે અફઘાનિસ્તાનના હાઈ કાઉન્સિલ ફોર નેશનલ રિકાઉન્સિલેશનના સભ્ય ફારુખંદા જાહરા નાદેરીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.