અજીબો ગરીબઃ દુનિયાના આ દેશોમાં આજે પણ મહિલાઓ નથી નાંખી શકતી વૉટ, નથી મળ્યા વૉટિંગ રાઇટ્સ
Women Voting Rights: ભારતમાં ગઇકાલે સંસદમાં મહિલાઓ માટે એક મોટી પહેલ શરૂ થઇ, ચાલુ સરકાર, મોદી સરકારે મહિલાઓની રાજનીતિમાં ભાગીદારી વધારવા મહિલાઓ માટે અનામત બિલ રજૂ કરી દીધુ. પરંતુ શું તમને ખબર છે દુનિયાના કેટલાય દેશો એવા છે જ્યાં આજે પણ મહિલાઓને નથી મળતો મતદાનનો અધિકાર. આ લિસ્ટમાં કેટલાય દેશો સામેલ છે. સાઉદી અરેબિયામાં 2015 સુધી મહિલાઓને વૉટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો, પરંતુ આ પછી પહેલીવાર અહીં મહિલાઓએ મતદાન કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવા કેટલાય દેશો હતા જ્યાં મહિલાઓને વાહન ચલાવવાનો કે મત આપવાનો અધિકાર નહોતો.
જોકે હવે આવા દેશોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે અને દેશો મહિલાઓના અધિકારો પ્રત્યે જાગૃત બન્યા છે.
વેટિકન સિટી દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો નથી.
પૉપના મૃત્યુ પછી જ વેટિકન સિટીમાં આગામી ચૂંટણીઓ યોજાય છે, આ ચૂંટણીમાં કાર્ડિનલ્સ, જેઓ માત્ર પુરુષો છે, મતદાન કરે છે.
સાઉદી અરેબિયામાં પણ પહેલા મહિલાઓને વૉટ આપવાનો અધિકાર નહોતો, પરંતુ 2015માં પહેલીવાર મહિલાઓને આ અધિકાર આપવામાં આવ્યો હતો. 2011માં તત્કાલિન કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલાઝીઝ અલ-સાઉદે આની જાહેરાત કરી હતી.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ભલે મહિલાઓને વૉટનો અધિકાર આપવાની વાત કરી હોય, પરંતુ અહીં મહિલાઓ પર એવા નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે કે તેમના માટે સમાજમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે.