પ્રથમવાર રવાના થયું દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ, જેમાં છે 40 રેસ્ટોરન્ટ
આઇકોન ઓફ ધ સીઝ વિશે કહેવામાં આવી રહ્યું છે કે આ ટાઇટેનિક જેવું જહાજ છે, જેનું સપનું 50 વર્ષથી વધુ સમયથી જોવામાં આવી રહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ જહાજ 20 ડેક પર આઠ ભાગમાં વહેંચાયેલું છે. તેમાં એવી સુવિધાઓ છે જેને સાંભળીને તમે ચોંકી ઉઠશો. આ ક્રૂઝમાં 40થી વધુ રેસ્ટોરાં છે.
આ ક્રૂઝમાં 6 વોટરસ્લાઈડ્સ, 7 સ્વિમિંગ પૂલ, આઈસ-સ્કેટિંગ રિંગ અને થિયેટર પણ છે. નોંધનીય છે કે એક સમયે 7600 મુસાફરો અને 2350 ક્રૂ મેમ્બર આ ક્રૂઝમાં બેસી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર 2022માં પહેલીવાર આ ક્રૂઝનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જહાજની સૌથી મોટી વાત એ છે કે જ્યારે તેનું બુકિંગ શરૂ થયું ત્યારે તેના 53 વર્ષના ઈતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ બુકિંગનો રેકોર્ડ સર્જાયો હતો.
આ ક્રૂઝની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તમે પણ જોઈ શકો છો કે આ ક્રૂઝ અંદર અને બહારથી કેટલું અદભૂત છે.