Weakest Countries: આ છે દુનિયાના સૌથી નબળા દેશો, અહીં આર્મી નથી આપી શકતી કોઇને ટક્કર......
World Weakest Countries List: અવારનવાર સૌથી શક્તિશાળી દેશો વિશે વાત કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી નબળા દેશો કયા છે અને કયા આધારે આ દેશોને સૌથી નબળા માનવામાં આવે છે? ચાલો આજે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વના કેટલાક દેશો વર્ષોથી શક્તિશાળી દેશોની યાદીમાં રહ્યા છે, જ્યારે કેટલાક દેશો એવા છે જેમણે દર વખતે આ યાદીમાં છેલ્લા સ્થાને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ખરેખરમાં, દર વર્ષે ગ્લોબલ ફાયર પાવર દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. જેમાં કયા દેશની સેના કેટલી શક્તિશાળી છે તેના આધારે તેમની સંખ્યા નક્કી કરવામાં આવે છે.
આ રેન્કિંગમાં છેલ્લા કેટલાક સમયથી અમેરિકા પ્રથમ સ્થાને અને રશિયા બીજા સ્થાને છે. આ યાદીમાં ચીનનું નામ ત્રીજા નંબર પર આવે છે.
કેટલાક દેશો એવા છે જે છેલ્લા સ્થાને છે. તો ચાલો આજે જાણીએ આ દેશો વિશે.
તમને જણાવી દઈએ કે, સૈન્ય ક્ષમતાના મામલામાં ભૂટાન વિશ્વનો સૌથી નબળો દેશ છે. જે ગ્લોબલ ફાયર પાવરના રેન્કિંગમાં છેલ્લા સ્થાને છે.
ભારતના પડોશી દેશ ભૂટાનમાં 66 વર્ષ પહેલા રોયલ આર્મીની સ્થાપના કરવામાં આવી હતી, જોકે તેની સેના હજુ પણ સૌથી નબળી માનવામાં આવે છે. ભારત દરેક સંકટમાં ભૂટાનનો સાથ આપે છે.