દુનિયાભરની આ મોટી-મોટી હસ્તીઓ પણ આવી ગઇ કોરોનાની ઝપેટમાં, જુઓ અહીં કેટલીક તસવીરો......
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની પત્ની સોફી ટુડો પણ કોરોના વાયરસનો શિકાર થઇ ગઇ છે. કેનેડામાં અત્યાર સુધી કોરોનાના 142 કેસો સામે આવ્યા છે, અને એકનુ મોત પણ થઇ ચૂક્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાભરમાં લોકોને ઝપેટમાં લઇ રહ્યો છે. તાજેતરમાં જ રિપોર્ટ છે કે દુનિયાની મોટી મોટી હસ્તીઓ પણ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી રહી છે. જુઓ તસવીરો.......
યુટા જેજના બાસ્કેટબૉલ ખેલાડી રુડી ગોબર્ટે પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના વાયરસની મજાક ઉડાવી હતી. બાદમાં તકલીફો થતા ખબર પડી કે તો પોતે કોરોના સંક્રમિત છે. ઉલ્લેખનીય છે કે, એનબીએની આ સિઝનને રદ્દ કરી દેવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર કેન વિલિયમસનને પણ કોરોના વાયરસ લાગ્યો છે. આના કારણે રિચર્ડસને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી મેચમાંથી હટી જવુ પડ્યુ છે. રિચર્ડસન આ વર્ષે આઇપીએલમાં આરસીબીની ટીમમાંથી રમવાનો હતો.
હૉલીવુડ એક્ટર ટૉમ હેન્કેસ અને તેની પત્ની રીટા વિલ્સને તાજેતરમાં જ એનાઉન્સ કર્યુ હતુ કે તે અને તેમની પત્ની કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. આ તસવીર તેમને પોતાના સોશ્યલ મીડિયા પર આઇસૉલેશન સેન્ટરમાંથી શેર કરી છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નદીમ ડોરિસ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે, તે હાલ ડૉક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -