હવે ગટરના પાણીમાંથી બનશે બીયર...શું તો પણ પી શકશો તમે?
જો હું તમને કહું કે હવેથી તમે જે બીયર પીશો તે ગટરના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે તો તમને કેવું લાગશે? ખરેખર એક કંપની દ્વારા આવો અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક જર્મન બ્રુઅરી કંપની છે, જે બિયર બનાવવા માટે ગટરના પાણીનો ઉપયોગ કરી રહી છે. આ કંપનીનું નામ રીયુઝ બ્રુ જો વાઈસેનબર્ગ શહેરમાં છે. આ કંપનીના માલિકનું કહેવું છે કે તે પાણી બચાવવા માટે આવું કરી રહી છે.
જર્મન ન્યૂઝ વેબસાઈટ ડીડબ્લ્યુમાં છપાયેલા સમાચાર અનુસાર, આ કંપનીના માલિકનું કહેવું છે કે આ બિયર ભલે ગટરના પાણીમાંથી બનાવવામાં આવી રહી હોય પરંતુ તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કંપનીનું કહેવું છે કે તેઓએ પહેલા આ પાણીને સંપૂર્ણપણે સાફ કરે છે પછી તેનો ઉપયોગ બીયર બનાવવા માટે કરે છે. કંપનીનું કહેવું છે કે તમને બીયરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોઈ અંશ હોતો નથી.
કંપનીનો દાવો છે કે તે ચાર તબક્કામાં આ બીયર બનાવવા માટે જે ગટરના પાણીનો ઉપયોગ કરે છે તેને સાફ કરે છે. આ તબક્કાઓમાં યાંત્રિક, બાયોલોજિકલ અને કેમિકલનો સમાવેશ થાય છે.
અંતિમ તબક્કામાં પાણીનું ઓઝોનીકરણ કરવામાં આવે છે અને પછી તેને ફિલ્ટર કરવામાં આવે છે. ચાર તબક્કામાં પાણી સંપૂર્ણપણે સ્વચ્છ બની જાય છે અને બિયર બનાવવા માટે યોગ્ય છે.