ડી વિલિયર્સે બનાવી ઓલટાઈમ ગ્રેટ IPL ઈલેવન, જાણો ક્યા 11 ખેલાડીને સમાવ્યા? ભારતના કોનો-કોનો સમાવેશ?
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સે પોતાની ઓલટાઇમ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્લેઇંગ ઇલેવન બનાવી છે. જેમાં તેને સાત ભારતીય ક્રિકેટરો અને ચાર વિદેશી ખેલાડીઓને સામેલ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્રિકબઝ સાથેની વાતચીતમાં તેને આઇપીએલની આ ઓલટાઇમ ઇલેવન પસંદ કરી છે. રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં રમનારા એબી ડિવિલિયર્સે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પોતાની ઓલટાઇમ આઇપીએલ ઇલેવનનો કેપ્ટન બનાવ્યો છે.
ખાસ વાત છે કે એબી ડિવિલિયર્સે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
એબી ડિવિલિયર્સ પોતાની ઓલટાઇમ ઇલેવનમાં ચાર વિદેશી ખેલાડીઓમાંથી એક તરીકે પોતાની જગ્યા પણ આપી છે. તેને ચાર નંબરના ઓપ્શનમાં પોતાને ઓપ્શન તરીકે મુક્યો છે.
એબી ડિવિલિયર્સની ઓલ ટાઇમ આઇપીએલ પ્લેઇંગ ઇલેવન- વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેન વિલિયમસન/સ્ટીવ સ્મિથ/એબી ડિવિલિયર્સ, બેન સ્ટૉક્સ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રાશિદ ખાન, કગિસો રબાડા, જસપ્રીત બુમરહા.