Photos: ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે બાર્બાડોસથી દિલ્હી આવવા રવાના થઇ ટીમ ઇન્ડિયા, જુઓ તસવીરો
ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી ગઈ છે અને હવે ખેલાડીઓ પણ રવાના થઈ ગયા છે. આને લઈને કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર અપડેટ્સ શેર કર્યા હતા. રોહિત અને સૂર્યાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત અને સૂર્યા સાથે મોહમ્મદ સિરાજે પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. તે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે.
ચહલે પણ પોતાની ટ્રોફી સાથે શેર કરી છે. અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે ફાઇનલમાં તોફાની પ્રદર્શન કર્યું હતું. તે સમગ્ર T20 વર્લ્ડ કપ દરમિયાન લયમાં જોવા મળ્યો હતો. અર્શદીપ તેના પરિવાર સાથે ફ્લાઈટમાં જોવા મળ્યો હતો
ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો.
હવે ટીમ ઈન્ડિયા 6 જૂલાઈથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ T20 મેચની સિરીઝ રમશે. જેમાં મોટાભાગના યુવા ખેલાડીઓ સામેલ છે.