ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી બન્યો જો રૂટ
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટ ઇગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી બની ગયો છે. એશિઝની ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કર્યાની સાથે જ રૂટ કેપ્ટન તરીકે ઇગ્લેન્ડ તરફથી 60મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે જેમાં તેણે 27માં જીત અને 24માં હારનો સામનો કરવો પડ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલિસ્ટર કૂકે ઇગ્લેન્ડ તરફથી 59 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે. તે ઇગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર બીજો ખેલાડી છે. કૂકની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડને 24 મેચમાં જીત અને 22 મેચમાં હાર મળી છે.
માઇક અથર્ટનની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડે 54 ટેસ્ટ મેચ રમી છે. માઇકની કેપ્ટનશીપમાં 13માં જીત અને 21માં હાર મળી છે.
ડેવિડ ગોવરે 32 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 5 મેચમાં જીત તો 18માં હાર મળી છે.
પીટર મેની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડે 41 મેચ રમી છે જેમાં 20માં જીત તો 10માં હાર મળી છે.
ગ્રાહમ ગૂચે 34 ટેસ્ટ મેચમાં કેપ્ટનની જવાબદારી સંભાળી છે. જેમાં 20માં જીત મળી છે.
માઇક બિયરલીએ 31 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 18માં જીત તો 4માં હાર મળી છે.
માઇકલ વોર્ને 51 મેચમાં ઇગ્લેન્ડની કેપ્ટનશીપ કરી જેમાં 26 મેચમાં જીત મળી હતી. આ દરમિયાન 11 મેચમાં હાર મળી છે.
નાસિર હુસૈનની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડની ટીમે 45 મેચ રમી છે જેમાં 17માં જીત મળી છે.
એન્ડ્ય્રૂ સ્ટ્રોસ આ લિસ્ટમાં પાંચમા સ્થાન પર છે. તેની કેપ્ટનશીપમાં ઇગ્લેન્ડે 50 મેચ રમી 24માં જીત મેળવી છે.