વન-ડેમાં આ ખેલાડીઓએ જીત્યો સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, લિસ્ટમાં ત્રણ ભારતીય
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. સચિને 463 વન-ડે મેચમાં 62 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં બીજા સ્થાન પર શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા છે. જેણે 48 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.
વન-ડેમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે અત્યાર સુધી 36 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસે 375 મેચમાં 32 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
ઓસ્ટ્રેલિયાના સફળ કેપ્ટન રિકી પોન્ટીંગે વન-ડે ક્રિકેટમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. પોન્ટિંગ આ યાદીમાં પાંચમા નંબર પર છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 398 મેચમાં 32 વખત આ એવોર્ડ જીત્યો છે.
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવ રિચાર્ડ્સે વન-ડેમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.