PHOTOS: ક્રિકેટની સાથે સાથે ફેશનમાં પણ અવ્વલ છે આ મહિલા ક્રિકેટર, શેર કરે છે બિકીની સાથેની આવી તસવીરો
Bikini PHOTOS: પુરુષ ક્રિકેટરોની સાથે સાથે હવે મહિલા ક્રિકેટરોનું પણ ફેન ફોલૉઇંગ લાંબુ થતુ જાય છે. હવે ટુંક સમયમાં ભારતમાં મહિલા આઇપીએલ પણ શરૂ થઇ રહી છે, ત્યારે આ બધાની વચ્ચે સુંદર અને હૉટ મહિલા ક્રિકેટરોની ચર્ચા ચારેય બાજુ થવા લાગી છે. આમાંની એક છે ઇંગ્લિશ મહિલા ક્રિકેટર સારાહ ગ્લેન. સારાહ ગ્લેન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે, તેની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારાહ ગ્લેન ઇંગ્લેન્ડ ક્રિકેટમાં એક ઓલરાઉન્ડર તરીકે જાણીતી છે, તે બેટિંગની સાથે સાથે લેગ-સ્પિન બૉલિંગ કરી શકે છે, એટલું જ નહીં તે પોતાની સુંદરતાથી પણ ચાહકોના દિલ પર પણ રાજ કરે છે.
આ ઇંગ્લિશ મહિલા ક્રિકેટર સારાહ ગ્લેને 2019માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. 2020 ICC મહિલા T20 વર્લ્ડ કપમાં તે રમી હતી અને તે જ વર્ષે ICC T20 બૉલિંગ રેન્કિંગમાં ટોચના 10 માં સ્થાન મેળવ્યું હતું. સપ્ટેમ્બર 2022માં સારા ICC T20 બોલિંગ રેન્કિંગમાં નંબર 2 રહી હતી. (Sarah Glenn/Instagram)
હાલમાં સારાહ ગ્લેનની બિકીની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. સારાહ ગ્લેન ક્રિકેટ સિવાય તેની નેલ આર્ટ માટે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. સારા અવારનવાર પોતાની સુંદર નેઇલ આર્ટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સારા પણ ફેશન આઇકોન છે. (Sarah Glenn/Instagram)
સારાહ ગ્લેનનો જન્મ 27 ઓગસ્ટ 1999ના રોજ ડર્બીમાં થયો હતો. શરૂઆતમાં તેણે હોમ સ્કૂલિંગ કર્યું અને પછી ટ્રેન્ટ કોલેજમાં એડમિશન લીધું. અહીં તેણે બ્યોજ ફર્સ્ટ ઈલેવન માટે ક્રિકેટ રમી હતી. ગ્લેન જુનિયર ઈન્ટરનેશનલમાં હૉકી પણ રમી હતી. ત્યાર પછી ગ્લેને 2013 મહિલા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ડર્બીશાયર માટે ડેબ્યૂ કર્યું હતું. (Sarah Glenn/Instagram)
સારાહ ગ્લેન 23 વર્ષની છે. તે ફેશનેબલ કપડાં પહેરવા, નખ રંગવા અને ફેશન સાથે સંબંધિત જાતજાતની વસ્તુઓ કરવાનું પસંદ કરે છે. સારાએ બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ક્રિકેટમાં કદાચ આ એટલું સામાન્ય ન હોય, પરંતુ મને આ બધુ કરવું ગમે છે. હું ઈચ્છું છું કે વધુ ને વધુ છોકરીઓ ક્રિકેટમાં આવે અને ફેશન પણ ફોલો કરે.'' (Sarah Glenn/Instagram)
ક્રિકેટર સારાહ ગ્લેન હવે પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 99.6K ફોલોઅર્સ છે. તે પોતાની ગ્લેમરસ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, જેને ઘણી લાઈક્સ મળે છે. (Sarah Glenn/Instagram)
એક ઈન્ટરવ્યુમાં સારાએ કહ્યું હતું કે મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી કોમેન્ટ્સ આવે છે. તો આ સાથે ઘણા પ્રાઈવેટ મેસેજ અને કોમેન્ટ્સ પણ આવે છે, જે બહુ સારા નથી હોતા. સારા કહે છે કે જ્યારે તે ક્રિકેટ સાથે જોડાયેલી કોઈ વાત શેર કરે છે ત્યારે તો બહુ ફરક પડતો નથી. પરંતુ જ્યારે તે હીલ્સ, ડ્રેસ અથવા બિકીનીમાં તસવીરો શેર કરે છે, ત્યારે તેને ઘણી લાઇક્સ અને કોમેન્ટ્સ મળે છે. (Sarah Glenn/Instagram)
સારાહે કહ્યું હતું કે કે જ્યારે હું પહેલીવાર ઈંગ્લેન્ડ માટે રમી હતી ત્યારે ત્યાં એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મારા ફિગર વિશે કોમેન્ટ કરવામાં આવી હતી. લોકો કોમેન્ટ કરતાં રહે છે કે , તમે શા માટે તે પહેર્યું છે, તમે મેકઅપ કેમ કરો છો, તમે તમારા નખ કેમ રંગો છો, તમે ક્રિકેટ કેમ રમો છો? (Sarah Glenn/Instagram)
સારાહ ગ્લેનને માત્ર પોતાને જ નવા પ્રકારના પોશાક પહેરવાનું પસંદ નથી, પરંતુ તેને બીજાણે અવનવા કપડાં પહેરવાનું પણ પસંદ છે. તે ઘણીવાર તેના સાથી ખેલાડીઓને પણ કહે છે કે તે તેમને તૈયારકરશે. અને હવે તો સાથી ખેલાડીઓ પણ આ બધું પસંદ કરવા લાગ્યા છે. તે લોકો સારાના રૂમમાં જાય છે અને તેની સાથે તેના પોશાક, મેકઅપ, વાળ, કાનની બુટ્ટી વગેરે વિશે વાત કરે છે. (Sarah Glenn/Instagram)
તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે શું કરશે તે સારાહ ગ્લેન પણ જાણે છે. તે ઈચ્છે છે કે તમામ છોકરીઓને ખુલ્લું અને મુક્ત વાતાવરણ મળે જ્યાં તેઓ કોઈપણ ડર વિના જે પણ કરવા ઈચ્છે તે કરી શકે. તેની પાસે સ્પોર્ટ્સ સાયન્સમાં ડિગ્રી છે. સારા અન્ય છોકરીઓની મદદ કરવામાં હંમેશા આગળ જ રહે છે. (Sarah Glenn/Instagram)
ક્રિકેટર સારાહ ગ્લેનનો આખો પરિવાર ક્રિકેટ સાથે જોડાયેલો છે. સારાહની બહેન હેન્ના ગ્લેન 2008 થી 2011 દરમિયાન ડર્બીશાયર માટે ક્રિકેટ રમી હતી. સારાહના કાકા માઈકલ પણ ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના સભ્ય રહી ચૂક્યા છે. સારાએ ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધીમાં 9 વનડે અને 41 ટી20 મેચ રમી છે. સારાહ ગ્લેને નાની ઉંમરમાં જ ઘણી ખ્યાતિ મેળવી છે. અને લોકોને તે ખૂબ પસંદ આવી રહી છે. (Sarah Glenn/Instagram)