Cheteshwar Pujara: 100મી ટેસ્ટ પહેલાં પીએમ મોદીને મળ્યો ચેતેશ્વર પૂજારા, કહી આ વાત
પૂજારાએ ટ્વિટર પર મુલાકાતની એક તસવીર શેર કરતા લખ્યું કે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું એ સન્માનની વાત છે. હું મારી 100મી ટેસ્ટ પહેલા વાતચીત અને પ્રોત્સાહનને યાદગીરી તરીકે રાખીશ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજારાના ટ્વિટનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ લખ્યું, આજે તમને અને પૂજાને મળીને આનંદ થયો. તમારી 100મી ટેસ્ટ અને તમારી કારકિર્દી માટે શુભકામનાઓ.
પુજારા ટેસ્ટ કરિયરની પ્રથમ મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો અને 100મી મેચ પણ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
દ્રવિડ જેવી મજબૂત ડિફેન્સ ધરાવતા પુજારાની મેરેથોન ઈનિંગ રમવાની કાબેલિયતને કારણે તેને ધ વોલ તરીકેનું ઉપનામ મળ્યું છે
પુજારા ભારત તરફથી 100 ટેસ્ટ રમનારો 13મો અને પ્રથમ ગુજરાતી ક્રિકેટર બનશે.
પુજારાએ અત્યાર સુધીમાં 99 ટેસ્ટમાં 44.15ની સરેરાશથી 7021 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 34 અડધી સદી સામેલ છે.
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર