Cricket Records: ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્રિસ ગેઈલે ફટકારી સૌથી વધુ સિક્સર, ટોપ-5માં સામેલ છે આ મોટા હિટર્સ
Most International Sixes: વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલના નામે ઈન્ટરનેશનલ ક્રિકેટ (ટેસ્ટ, ODI, T20)માં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 553 સિક્સર ફટકારી છે. તે સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સર મારનાર બેટ્સમેન છે. ગેઈલે આ આંકડો 551 ઈનિંગ્સમાં હાંસલ કર્યો છે.
ભારતનો હિટમેન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન છે. રોહિતે અત્યાર સુધી 449 ઇનિંગ્સમાં 511 સિક્સર ફટકારી છે. એટલે કે તે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાથી માત્ર 43 સિક્સર પાછળ છે.
આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ત્રીજા નંબર પર છે. આફ્રિદીએ 508 ઇનિંગ્સમાં 476 સિક્સર ફટકારી છે.
ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક વિકેટ કીપર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમ અહીં ચોથા સ્થાને છે. મેક્કુલમે 474 ઇનિંગ્સમાં 398 સિક્સર ફટકારી છે.
આ યાદીમાં ટોપ-5માં વધુ એક કિવી બેટ્સમેન છે. માર્ટિન ગુપ્ટિલે અત્યાર સુધી 402 ઇનિંગ્સમાં 383 સિક્સર ફટકારી છે.