PHOTOS: જાણો કેટલી લક્ઝરી કારના માલિક છે વિરાટ કોહલી? અહી સૂચિ સાથે તમામ કારની કિંમત જાણો
વિરાટ કોહલી તાજેતરમાં જ શ્રીલંકા સામે રમાયેલી ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળ્યો હતો. કોહલી માટે આ શ્રેણી કંઈ ખાસ ન હતી. પરંતુ અહીં અમે તમને કોહલીના ક્રિકેટ રેકોર્ડ અથવા આંકડાઓ વિશે નહીં જણાવીએ, અમે તમને તેના કાર કલેક્શનનો પરિચય કરાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકિંગ કોહલી લક્ઝરી કારનો શોખીન છે. તેના કલેક્શનમાં ઘણી કાર છે. સ્ટોકગ્રો અનુસાર, કિંગ કોહલી પાસે કુલ 31 કરોડ રૂપિયાની કાર છે.
કિંગ કોગલી પાસે ઘણી ઓડી કાર છે. ઓડી કારની યાદીમાં R8 V10 Plus, R8LMX, A8L, Q8, Q7, RS5 અને 5sનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનો ઓડી સાથે કરાર છે, જેના કારણે તે ઘણીવાર ઓડી કારના લોન્ચિંગમાં જોવા મળે છે.
આ સિવાય કિંગ કોહલી પાસે લક્ઝરી કાર કંપની બેન્ટલીની કાર પણ છે. Bentley પ્રીમિયમ SUV બનાવવા માટે પ્રખ્યાત છે.
તેની પાસે રેન્જ રોવર કાર પણ છે. કિંગ કોહલી ઘણીવાર રેન્જ રોવરમાં જોવા મળે છે. બાકીની ટોયોટા ફોર્ચ્યુનર પણ તેના કલેક્શનમાં છે.