Photos: એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે ટીમ ઇન્ડિયા, જાણો કેવો રહ્યો પાકિસ્તાન સામે T20માં ભારતનો રેકોર્ડ
Photos: એશિયા કપ 2022 (Asia Cup 2022)ની મેચો 27 ઓગસ્ટથી શરૂ થઇ ચૂકી છે, પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઇ અને શ્રીલંકાને પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને હાર આપી. પરંતુ મહત્વની મેચ આજથી શરૂ થઇ રહી છે, આજે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર વાળી મેચ જોવા રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ લગભગ 4 વર્ષોમાં 3 કે તેનાથી વધુ દેશોની ટૂર્નામેન્ટને નથી જીતી શકી. ટીમ ઇન્ડિયા છેલ્લે વર્ષ 2018માં એશિયા કપ ચેમ્પિયન બની હતી, તે વર્ષે એશિયા કપ વનડે ફોર્મેટમાં રમાયો હતો. જ્યારે ટી20 ફોર્મેટની વાત કરીએ તો ભારતીય ટીમે માર્ચ 2018માં નિદહાસ ટ્રૉફી પોતાના નામે કરી હતી. (તસવીર ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
ટીમ ઇન્ડિયા એશિયા કપ 2022માં 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે ટકરાશે. જોકે, છેલ્લીવાર જ્યારે બન્ને ટીમો આમને સામને થઇ હતી, તે સમયે ભારતીય ટીમની કારમી હાર થઇ હતી. ગયા વર્ષ ટી20 વર્લ્ડકપમાં ભારતના 10 વિકેટથી પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. (તસવીર ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
પાકિસ્તાન વિરુદ્ધ મેચ બાદ ભારતીય ટીમ 31 ઓગસ્ટે હોંગકોંગ વિરુદ્ધ મેચ રમશે. ખરેખરમાં આ ગૃપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત હોંગકોંગ ત્રીજી ટીમ છે, ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં 6 ટીમોને 2 ગૃપોમાં વહેંચવામાં આવ્યા છે. (તસવીર ક્રેડિટ - સોશ્યલ મીડિયા)
ભારત અને પાકિસ્તાનની ટીમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અત્યાર સુધી 9 વાર આમને સામને થઇ ચૂકી છે, જો આ રેકોર્ડને જોવામાં આવે તો ટીમ ઇન્ડિયાનો પલડુ ભારે છે, ભારતીય ટીમ 7 મેચો જીતી ચૂકી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 2 મેચો જીતવામાં સફળ રહી છે. (તસવીર ક્રેડિટ - સોશ્યલ મીડિયા)