Women World Cup: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરની પત્ની છે ફાઇનલમાં 170 રન બનાવનાર એલિસા હીલી, જાણો બંનેની રસપ્રદ લવ સ્ટોરી
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 71 રનથી જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ સાતમી વખત વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો છે.ફાઈનલમાં 170 રનની ઐતિહાસિક ઈનિંગ રમનાર એલિસા હીલીએ ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાની વિકેટકીપર-બેટ્સમેન એલિસા હીલીએ ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં 170 રનની શાનદાર ઇનિંગ રમીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હીલીએ 138 બોલમાં 26 ચોગ્ગાની મદદથી 170 રન બનાવ્યા હતા. 170ના સ્કોર સાથે હીલીએ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો.
શું તમે જાણો છો કે એલિસા હીલી ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મિચેલ સ્ટાર્કની પત્ની છે. જમણા હાથની બેટ્સમેન હીલી હવે મહિલા ODI વર્લ્ડ કપની એક સિઝનમાં 509 રન સાથે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.
એલિસા હીલીનો પતિ ઓસ્ટ્રેલિયાનો ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક છે. ફાઈનલ મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં હાજર હતો. સ્ટાર્કે પત્નીની શાનદાર ઇનિંગ્સની પ્રશંસા કરી હતી. જ્યારે હીલીએ તેની સદી પૂરી કરી ત્યારે તેણે તાળીઓના ગડગડાટથી હીલીનું સ્વાગત કર્યું.
હીલી અને સ્ટાર્કની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બંને 9 વર્ષની ઉંમરે એકબીજાને મળ્યા હતા, જ્યારે તેઓ સિડનીના નોર્થ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમવાની તાલીમ લઈ રહ્યા હતા. ત્યારથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ. છેલ્લે, 2013માં એક ઈન્ટરવ્યુમાં, સ્ટાર્કે હીલી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને કહ્યું - હું તે નાનકડા કીપરને પ્રેમ કરું છું અને હું મારી બાકીની જીંદગી તેની સાથે વિતાવવા માંગુ છું.
આ કપલ હવે લાઈફ પાર્ટનર બની ગયા છે, જ્યાં બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા અને જીવનને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. 26 વર્ષની હીલી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર ઈયાન હીલીની ભત્રીજી અને ગ્રેગ હીલીની પુત્રી છે.