આ ક્રિકેટરો છે ‘રંગીન’, લગ્ન પહેલા જ બની ગયા છે પિતા
મુંબઇઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લગ્ન અગાઉ જ પિતા બની ગયો હતો. તેની પત્ની નતાશા સ્ટેનકોવિકે લગ્ન અગાઉ જ બાળકને જન્મ આપ્યો હતો. અહી એવા ક્રિકેટરોની માહિતી આપવામાં આવી છે જે લગ્ન પહેલા જ પિતા બની ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેસ્ટઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવિયર્ડ રિચાર્ડ્સ અને બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાની લવસ્ટોરી વિશે કોઇ જાણે છે. બંન્નેએ ક્યારેય લગ્ન કર્યા નથી પરંતુ તેઓને એક દીકરી છે જેનું નામ મસાબા ગુપ્તા છે.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ લગ્ન પહેલા જ પિતા બની ગયો હતો. લગ્ન અગાઉ તેની ગર્લફ્રેન્ડ નતાશા પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર પણ લગ્ન અગાઉ પિતા બન્યો હતો. 2014માં તેની પત્નીએ પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો અને બાદમાં તેમણે લગ્ન કર્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રેવોને બે ગર્લફ્રેન્ડ અને ત્રણ સંતાનો છે. બ્રાવોએ એક પણ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી.
જો રૂટે 2018માં કેરી કોટેરેલ સાથે લગ્ન કર્યા પરંતુ તેના એક વર્ષ અગાઉ તેમને એક સંતાન હતું.
ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ બે વખત લગ્ન કર્યા છે. વિનોદ કાંબલી એન્ડ્રિયા હેવિટના પ્રેમમાં પડ્યા બાદ 2010માં તેઓ માતા પિતા બન્યા હતા. જેના ચાર વર્ષ બાદ તેઓએ લગ્ન કર્યા હતા.