મેગા ઓક્શનથી લઈને પ્લેયર્સની બેઝ પ્રાઈસ સુધી, અહીં જાણો IPL 2022 સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે કહ્યું કે બોર્ડ માર્ચના છેલ્લા અઠવાડિયાથી મેના અંત સુધી આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) ની 2022 સીઝનનું આયોજન કરવા માટે તૈયાર છે. ટીમના માલિકોની ઈચ્છા અનુસાર ભારતમાં તેનું આયોજન કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો સૂત્રોનું માનીએ તો લીગની સંભવિત શરૂઆત તારીખ 27 માર્ચ છે. બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં શાહને ટાંકવામાં આવ્યું હતું કે, 'મને એ વાતની પુષ્ટિ કરતા આનંદ થાય છે કે આઈપીએલની 15મી સીઝન માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થશે અને મેના અંત સુધી ચાલશે. મોટા ભાગના ટીમના માલિકોએ ટૂર્નામેન્ટ ભારતમાં યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBCCIએ 1,214 ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે. આમાંથી કેટલાક ખેલાડીઓને હરાજી પહેલા બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. હરાજીમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે.
આ વર્ષની IPLની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. વર્ષ 2018 બાદ IPLની પહેલી મોટી હરાજી થવા જઈ રહી છે. IPL 2018ની મેગા ઓક્શનમાં કુલ 8 ટીમો હતી. આ વખતે હરાજીમાં 10 ટીમો ભાગ લેશે.
IPL 2022 માટે 33 ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. 8 ટીમોએ 27 ખેલાડીઓને રિટેન કર્યા છે. તે જ સમયે, 2 નવી IPL ટીમોએ તેમની ટીમમાં 6 ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. દરમિયાન લખનૌએ 17 કરોડ ચૂકવીને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો, જ્યારે હાર્દિક પંડ્યા અમદાવાદની બાગડોર સંભાળી શકે છે.
આ મેગા ઓક્શનનું જીવંત પ્રસારણ ટીવી અને મોબાઈલ પર પણ જોઈ શકાશે. મેગા ઓક્શનનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય તમે તેને ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ જોઈ શકો છો.