ICC World Test Championship : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આ ખાસ બૉલથી રમાશે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ, જાણો વિગતે
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી જૂન મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ રમાવવાની છે. રિપોર્ટ છે કે આ ફાઇનલ ટેસ્ટ ડ્યૂક બ્રાન્ડ બૉલથી રમાશે. આ મેચ લંડનના લૉર્ડ્સ મેદાન પર રમાવવાની હતી પરંતુ હવે આને સાઉથમ્પ્ટનમાં રમાડવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ - આઇસીસીએ હાલ આના વિશે કોઇ અધિકારીક જાહેરાત નથી કરી, પરંતુ ક્રિકેટની વર્લ્ડ સંસ્થા આ અઠવાડિયે આની જાહેરાત કરી શકે છે. ફાઇનલ મેચ સાઉથેમ્પ્ટનના એજેસ બૉલ મેદાનમાં કરવામાં આવી શકે છે.
કોરોના વાયરસના લગાવાયેલા પ્રતિબંધોના કારણે આઇસીસીને લૉર્ડ્ઝની જગ્યાએ એજેસ બૉલ સ્ટેડિયમમાં ફાઇનલ રમાડવાનો વિચાર કરવો પડ્યો છે.
ભારતે તાજેતરમાં જ ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-1થી હારાવીને ડબલ્યૂટીસીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ખાસ વાત છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે.
બન્ને ટીમોની વચ્ચે 18 થી 22 જૂન સુધી ફાઇનલ ટેસ્ટ મેચ