IN PHOTOS: ટીમ-તારીખ અને સ્થળ સહિત એશિયા કપ 2023 સાથે જોડાયેલા દરેક સવાલનો જવાબ, અહીં વાંચો....
Asia Cup 2023: ક્રિકેટની વધુ એક મોટી ટૂર્નામેન્ટ એશિયા કપ 2023નું આયોજન આગામી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની ખાસ વાત એ છે કે, આ ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકામાં પણ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએશિયા કપ 2023 પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે શ્રીલંકા 6 મેચોની યજમાની કરશે. ભારતીય ટીમ તેની મેચ પાકિસ્તાનમાં નહીં રમે. ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં શ્રીલંકામાં રમશે. આ ઉપરાંત ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાશે.
સાથે જ એશિયા કપ 2023 ODI ફોર્મેટમાં રમાશે. જ્યારે ગઇ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો. ખરેખરમાં, ટી-20 વર્લ્ડકપ તે વર્ષે ટી20 ફૉર્મેટમાં રમાવવાનો હતો અને આ કારણે આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી.
એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન ઉપરાંત કુલ 6 ટીમો ભાગ લેશે. આ માટે 2 ગૃપમાં 3-3 ટીમો રાખવામાં આવી છે.
બંને ટીમમાંથી ટૉપ-2 ટીમ સુપર-4 રાઉન્ડ માટે ક્વૉલિફાય થશે. આ પછી ટૉપ-2 ટીમો ફાઇનલ મેચ માટે ક્વૉલિફાય થશે.
ભારત-પાકિસ્તાનની મેચ શ્રીલંકામાં રમાશે. જોકે આ ઉપરાંત પાકિસ્તાની ટીમ બાકીની મેચો પોતાની ધરતી પર રમશે. જ્યારે ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે.