IND vs AUS: પ્રથમ ટી-20 માટે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ પહોંચ્યા મોહાલી, આ રીતે કરાયું સ્વાગત, જુઓ તસવીરો
ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા યોજાનારી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જસપ્રીત બુમરાહનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનુ મોહાલીની હોટલમાં કપાળ પર તિલક કરીને સ્વાગત કરાયું હતું.
જસપ્રીત બુમરાહ પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળ્યો હતો.
આર અશ્વિને માસ્ક પહેર્યું હતું અને ટીમના સાથી ખેલાડીઓ સાથે બેગ લઈને નીકળતો એરપોર્ટ પર ક્લિક થયો હતો.
ટીમ ઈન્ડિયામાં બીજા વિકેટકિપર અને મેચ ફિનિશર તરીકે પસંદ થયેલો દિનેશ કાર્તિક હળવા મૂડમાં જોવા મળ્યો હતો. તેની સાથે પણ પોલીસનો કાફલો હતો.
ગુજરાતી હર્ષલ પટેલ પણ રિલેક્સ જોવા મળ્યો હતો. હર્ષલ પટેલ ઈજા બાદ આ સીરિઝમાં કમબેક કરી રહ્યો છે. તેના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
એશિયા કપમાં સદી મારીને ફોર્મમાં આવેલા કોહલી પર આ સીરિઝમાં તમામની નજર રહેશે. તેની પાસે સીરિઝમાં મોટા રેકોર્ડ બનાવવાની તક છે.
ટિકિટ લેવા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા યોજાનારી આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રેણીમાં, બંને ટીમો T20 વર્લ્ડ કપ માટે તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની પસંદગી માટે એક રૂપરેખા પણ તૈયાર કરશે. (તમામ તસવીર સૌજન્યઃ ટ્વીટર)