IND vs PAK: ભારત-પાકિસ્તાન ટી20 મેચોમાં લીડ સ્કૉરર છે વિરાટ કોહલી, ટૉપ-5માં પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓ, જાણો........
IND vs PAK T20 Records: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 શરૂ થઇ ચૂક્યો છે. આવતીકાલથી સુપર 12ની મેચો શરૂ થઇ રહી છે, પરંતુ તમામની નજર 23 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કેટલાક ખાસ આંકડા અને રેકોર્ડ્સ અહીં છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમાઇ છે, જેમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ ફટકાર્યા છે. જાણો ટૉપ-5 લીડ સ્કૉરર -
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી - ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન વિરાટ કોહલી છે, તેને 9 મેચોમાં 406 રન બનાવ્યા છે, આ દરમિયાન વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 67.66 અને સ્ટ્રાઇક રેટ 119.06 રહી છે, પાકિસ્તાન વિરુદ્ધ વિરાટ 4 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે.
મોહમ્મદ રિઝવાન - ભારત-પાકિસ્તાન ટી20 મેચોમાં બીજા નંબર પર સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, રિઝવાને માત્ર 3 ટી20માં 193 રન ફટકારી દીધા છે. ભારત વિરુદ્ધ તેની બેટિંગ એવરેજ 96.50 છે, અને તેની સ્ટ્રાઇક રેટ પણ 130.40 રહી છે.
શોએબ મલિક - પાકિસ્તાનનો વેટરન ખેલાડી શોએબ મલિક અહીં ત્રીજા નંબર પર છે, શોએબ મલિકે ભારત સામે 9 મેચો રમી છે અને તેને 27.33 ની બેટિંગ એવરેજ અને 103.79 ની સ્ટ્રાઇક રેટથી 164 રન ફટકાર્યા છે. એશિયા કપ 2022 પહેલા શોએબ મલિક ભારત-પાકિસ્તાનની દરેક મેચનો ભાગ રહ્યો છે.
મોહમ્મદ હાફિઝ - ભારત-પાકિસ્તાન ટી20 મેચોમાં ચૌથા નંબર મોહમ્મદ હાફિઝે સૌથી વધુ રન બનાવ્યા છે. હાફિઝે 8 મેચોમાં 26 ની બેટિંગ એવરેજ અને 118.18 ની સ્ટ્રાઇક રેટથી 156 રન બનાવ્યા છે.
યુવરાજ સિંહ - અહીં ટૉપ 5માં પૂર્વ ક્રિકેટર યૂવરાજ સિંહ પણ સામેલ છે. યુવરાજે પાકિસ્તાન વિરુદ્ધ 8 ટી20 મેચો રમી છે, તેને 25.83ની બેટિંગ એવરેજ અને 109.92ની સ્ટ્રાઇક રેટથી 155 રન ફટકાર્યા છે. યુવરાજ ભારત-પાકિસ્તાન મેચોમાં સૌથી વધુ છગ્ગા એટલે કે 9 છગ્ગા ફટકારી ચૂક્યો છે.