IND vs SL, 2nd ODI: ભારતની શાનદાર જીત, તસવીરોમાં જુઓ રોહિત એન્ડ કંપનીએ મેળવી સીરીઝ પર 2-0થી લીડ
IND vs SL 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી છે, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા તરફથી મળેલા 216 રનોના લક્ષ્યાંકને 40 બૉલ બાકી રહેતા 4 વિકેટથી હાંસલ કરી લીધો છે. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સાથે જ ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-0થી લીડ બનાવીને સીરીઝ પર કબજો જમાવી લીધો છે. હવે ત્રીજી વનડે માત્ર ઔપચારિક બની રહેશે. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
કોલકત્તનાના ઇડન ગાર્ડન્સ મેદાન પર બીજી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટના નુકશાને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો, આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ પર પણ કબજો જમાવી દીધો હતો. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
ભારતીય ટીમની વાત કરીએ તો, ઇનિંગમાં સૌથી વધુ કેએલ રાહુલે 103 બૉલમાં 6 ચોગ્ગાની મદદથી 64 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 36 રન, શ્રેયસ અય્યરે 28 રન, અક્ષર પટેલે 21 રનની શાનદાર ઇનિંગ રમી હતી. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા ટીમના કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને કોલકત્તા વનડેમાં પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યુ હતુ, પહેલા બેટિંગ માટે ઉતરેલી શ્રીલંકાની ટીમ નિર્ધારિત 50 ઓવર પણ પુરી ન હતી રમી શકી. શ્રીલંકા ટીમ 39.4 ઓવર રમીને માત્ર 215 રનોમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી, આ સાથે જ ભારતીય ટીમને બીજી વનડે જીતવા માટે 216 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
મેચની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ તરફથી નુવાન્દુ ફર્નાન્ડો સૌથી વધુ રન 50 રન બનાવી શક્યો હતો, આ સિવાય કોઇપણ બેટ્સમેન ક્રિઝી પર લાંબો સમય સુધી ટકી શક્યા ન હતા. ફર્નાન્ડોએ 63 બૉલમાં 6 ચોગ્ગા સાથે અર્ધશતકીય 50 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
આ ઉપરાંત શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસ 34 રન, દુનીથ વેલાલેગે 32 રન, અને આવિષ્કા ફર્નાન્ડો 20 રન અને વાનિન્દુ હસરંગાએ 21 રનની ઇનિંગ રમી હતી. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)
ભારતીયી ટીમે ફરી એકવાર શાનદાર બૉલિંગનું પ્રદર્શન કર્યુ હતુ. ભારત તરફથી સિરાજ અને કુલદીપ યાદવનો તરખાટ જોવા મળ્યો હતો, બન્નેએ 3-3 વિકેટો ઝડપી હતી, આ ઉપરાંત ઉમરાન મલિક 2 અને અક્ષર પટેલ 1 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. (તસવીરો- સોશ્યલ મીડિયા પરથી)