IND vs BAN: આ બેટ્સમેન સાથે ઓપનિંગ કરશે સેમસન, બાંગ્લાદેશ સિરીઝ પહેલાં કેપ્ટન સૂર્યકુમારની મોટી જાહેરાત
હવે ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) જાહેરાત કરી દીધી છે કે આગામી સિરીઝમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ભારત માટે ઇનિંગની શરૂઆત કરશે. સેમસન જે સતત ટીમ ઈન્ડિયાથી બહાર રહ્યા છે, હવે તેમને આખી સિરીઝમાં ઓપનિંગ કરવાની તક મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસનને ઓપનિંગ સ્લોટ પર પ્રમોટ કરવાનું એક કારણ એ પણ છે કે બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડમાં અભિષેક શર્મા એકમાત્ર એવા ખેલાડી છે જે નિયમિત ઓપનર તરીકે રમે છે.
સેમસન ભારત માટે એક ઓપનર તરીકે વધુ સારું પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ IPLમાં તેઓ રાજસ્થાન રોયલ્સ માટે રમતા ઓપનર તરીકે ઘણા રન બનાવતા આવ્યા છે.
ગ્વાલિયરમાં યોજાનારી મેચ પહેલાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, સંજુ સેમસન રમશે અને ટીમ માટે ઓપનિંગ કરશે. તેમના જોડીદાર અભિષેક શર્મા હશે. આ જાહેરાત દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટને સેમસન પર કેટલો વિશ્વાસ છે. બીજી તરફ અભિષેક શર્માની વાત કરીએ તો તેમણે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને તે જ સિરીઝમાં તેમણે સદી ફટકારીને પોતાના ઉજ્જવળ ભવિષ્યની પાયો પણ નાખ્યો હતો.
સંજુ સેમસનને શ્રીલંકા સામેની T20 સિરીઝની બે મેચોમાં રમવાની તક મળી હતી, પરંતુ તેઓ બંને વખત શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા હતા. આ વખતે સેમસને દરેક સંજોગોમાં રન બનાવવા પડશે. તેમના T20 કારકિર્દી પર નજર કરીએ તો સેમસન અત્યાર સુધીમાં 30 T20 મેચોમાં 444 રન બનાવી ચૂક્યા છે.