IND vs AUS: 'પહેલા હસ્યા, પછી હાથ મિલાવ્યા...' PM મોદી અને રોહિત શર્માની આ તસવીર ઘણું કહી જાય છે
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચની શરૂઆત પહેલા બંને દેશોના કેપ્ટનોને તેમના વડાપ્રધાનો દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. આ ક્ષણ ખૂબ જ સુંદર હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ આ મેચની શરૂઆત પહેલા બંને દેશોના ખેલાડીઓ માટે એક અવિસ્મરણીય ક્ષણ આવી.
મેચની શરૂઆત પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથને તેમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થોની અલ્બેનિસ દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી.
કેપ્સ આપ્યા બાદ બંને દેશના પીએમએ બંને કેપ્ટન સાથે હાથ મિલાવ્યા અને બંનેનો ઉત્સાહ વધાર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પીએમ મોદી બંને દેશોના ખેલાડીઓને પણ મળ્યા હતા અને તેમની સાથે હળવી વાતો કરી હતી, જેની તસવીરો તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવી છે.