IND vs ENG: ચોથી ટેસ્ટમાં ભારતની જીતના આ ખેલાડી રહ્યા હીરો
ધ્રુવ જુરેલઃ ધ્રુવ જુરેલે મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો પ્રથમ ઈનિંગમાં ભારત 177 રનમાં 7 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યાંથી 90 રનની ઈનિંગ રમીને ભારતને 307 રન સુધી પહોંચાડ્યું હતું. ચોથી ઈનિંગમાં પણ તેણે અણનમ 39 રન બનાવી ભારતને જીતાડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયશસ્વી જયસ્વાલઃ આ યુવા ઓપનરે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ઈનિંગમાં 73 રન અને બીજી ઈનિંગમાં 37 રન બનાવ્યા હતા.
કુલદીપ યાદવઃ કુલદીપ યાદવને પ્રથમ ઈનિંગમાં વિકેટ મળી નહોતી પરંતુ તેણે બીજી ઈનિંગમાં 22 રનમાં 4 વિકેટ લીધી હતી. ઉપરાંત પ્રથમ ઈનિંગમાં 28 રન બનાવી ધ્રુવ જુરેલ સાથે 76 રનની પાર્ટનરશિપ કરી હતી.
અશ્વિનઃ આર અશ્વિને મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેણે 51 રનમાં 5 વિકેટ લીધી હતી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ હતી.
શુભમન ગિલઃ ગિલે પ્રથમ ઈનિંગમાં 38 રન બનાવ્યા હતા. મેચની ચોથી ઈનિંગમાં ભારત 120 રનમાં 5 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યાંથી તેણે અણનમ 52 રન બનાવ્યા હતા અને જુરેલ સાથે પાર્ટનરશિપ કરી ભારતને જીત સુધી લઈ ગયો હતો.
મેચ જીતવા 192 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટને 55 રન ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ અને ડેબ્યૂમેન આકાશ દીપે 3 વિકેટ લીધી હતી.