IND vs PAK: શું ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? ખોટા દાવાનો થયો પર્દાફાશ
ઈસ્લામાબાદમાં બે દિવસીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકને લઈને ઘણી ચર્ચા થઈ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠક માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમણે પાકિસ્તાની સમકક્ષ ઈશાક ડાર સાથે વાત કરી હતી. બંને દેશો વચ્ચે ક્રિકેટ અંગે પણ ચર્ચા થઈ હોવાની ચર્ચા હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. પરંતુ ભારતીય ટીમ આ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ અંગે પાકિસ્તાની મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે બંને દેશો વચ્ચે ક્રિકેટને લઈને ચર્ચા થઈ રહી છે. પરંતુ સમાચાર એજન્સી ANIએ આ વાતને નકારી કાઢી છે.
ANI સમાચાર અનુસાર, ઈસ્લામાબાદમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને કોઈ ચર્ચા થઈ નથી. પાકિસ્તાની મીડિયામાં આ અંગેનો ખોટો અહેવાલ પ્રકાશિત થયો છે.
પાકિસ્તાનની જીઓ ન્યૂઝ ચેનલના પત્રકાર ફૈઝાન લાખાનીએ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે દાવો કર્યો હતો કે બંને દેશોના વિદેશ મંત્રીઓએ ક્રિકેટ વિશે પણ વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ઘણા સમયથી પાકિસ્તાન ગઈ નથી. ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનમાં મેચ રમી હતી.