IND vs SL: ભારતે શ્રીલંકાને જીતવા આપ્યો 138 રનનો ટાર્ગેટ, ગિલ-પરાગે દેખાડ્યો દમ
ત્રીજી T20 મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વિકેટ યશસ્વી જયસ્વાલના રૂપમાં ગુમાવી હતી, જેણે માત્ર 10 રન બનાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ સૌથી વધુ નિરાશ સંજુ સેમસનને થયો હતો જે આ શ્રેણીમાં સતત બીજી વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. રિંકુ સિંહના બેટિંગ ક્રમમાં ફેરફાર થયો હતો, પરંતુ તે પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 1 રન જ બનાવી શક્યો હતો.
ભારતીય ટીમની હાલત ખરાબ થઈ રહી હતી, આવી સ્થિતિમાં બધાની નજર કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ટકેલી હતી. સૂર્યાએ ચોગ્ગો ફટકાર્યો, પરંતુ 9 બોલમાં માત્ર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.
શુભમન ગિલે આ સિરીઝમાં 2 મેચ રમી છે અને બંને મેચમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. ટીમ ઈન્ડિયા એક છેડેથી વિકેટો ગુમાવી રહી હતી, પરંતુ ગિલ બીજા છેડેથી અડગ રહ્યો. રિયાન પરાગ સાથે તેની 54 રનની ભાગીદારી એવા સમયે થઈ જ્યારે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 100 રનના આંકડાને પણ સ્પર્શી શકશે નહીં
એક તરફ ગિલે 37 બોલમાં 39 રન બનાવ્યા તો બીજી તરફ રિયાન પરાગે 18 બોલમાં 26 રનની ઈનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી.
અંતમાં વોશિંગ્ટન સુંદર 25 રન બનાવ્યા હતા. તીક્ષ્ણાએ 28 રનમાં 3 વિકેટ લીધી હતી.