Year Ender 2023: આ વર્ષે 9 ભારતીય બેટ્સમેનોએ ફટકારી છે ઇન્ટરનેશનલ સદી, જાણો કોણ છે ટૉપ પર....
Year Ender 2023: વર્ષ 2023 પુરુ થવા જઇ રહ્યું છે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ વનડે વર્લ્ડકપ 2023 પણ રમાયો, ભારતીય ટીમ રનરઅપ રહી તો ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની. પરંતુ અહીં અમે તમને વર્ષ 2023ની ખાસ વાત બતાવી રહ્યાં છીએ. વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટના વિવિધ ફોર્મેટમાં કુલ 9 બેટ્સમેનોએ સદી ફટકારી હતી. સૌથી વધુ સદી વિરાટ કોહલીના નામે નોંધાઇ છે. જુઓ આ લિસ્ટમાં બીજા કોણ કોણ છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2023માં ભારતીય ટીમ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન વિરાટ કોહલી છે. કિંગ કોહલીએ આ વર્ષે 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 8 સદી ફટકારી.
શુભમન ગિલનું બેટ પણ સારું ચાલ્યું છે. આ યુવા બેટ્સમેને આ વર્ષે ભારતીય ટીમ માટે 7 સદી ફટકારી હતી. તેણે 47 મેચમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો.
રોહિત શર્મા પણ આ રેસમાં પાછળ નથી રહ્યો. તેણે વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 4 સદી ફટકારી.
શ્રેયસ અય્યરે પણ આ વર્ષે બેટથી તબાહી મચાવી છે. તેણે 25 આંતરરાષ્ટ્રીય મેચ રમીને 3 સદી ફટકારી હતી.
આ વર્ષે સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે 2-2 સદી ફટકારી છે. આ વર્ષે યશસ્વીએ 17, કેએલ રાહુલે 29 અને સૂર્યકુમાર યાદવે 40 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો.
આ વર્ષે ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસને પણ એક-એક સદી નોંધાવી હતી. ઋતુરાજે આ વર્ષે 15 આંતરરાષ્ટ્રીય મેચ અને સંજૂ સેમસને આ વર્ષે 13 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.