IPL 2021, MI Team: પ્રથમ મેચમાં આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, જાણો
IPl 2021 : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. 9 એપ્રિલથી આઈપીએલ સીઝન 14 શરુ થવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને રૉયલ ચલેન્જર્સ બેંગ્લૉરની ટક્કર સાથે જ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. આ ટૂર્નામેન્ટ આ વખતે ભારતમાં જ રમાશે, લગભગ બે વર્ષ બાદ આઇપીએલ ભારતમાં પરત ફરી છે. લીગ સ્ટેજમાં દરેક ટીમ ચાર મેદાનો પર મેચો રમશે, 56 લીગ મેચોમાંથી ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ અને બેંગ્લુંરમાં 10-10 મેચ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાંચ વખત ચેમ્પિયન બની ચુકેલી રોહિત શર્મા (Rohit Sharma) ના આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) ની નજર ફરી ખિતાબ જીતવા પર રહશે. મુંબઈએ છેલ્લા કેટલાક વર્ષથી પોતાના મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખ્યા છે. જે ટીમના દબદબાનું મુખ્ય કારણ છે, બેટિંગમાં મુંબઈનો પક્ષ મજબૂત છે જેમાં કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાનો ક્વિટન ડિ કોક જેવા ઓપનર બેટ્સમેન છે.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2021માં પોતાના પ્રથમ મુકાબલામાં વિરાટ કોહલી (Virat kohli)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે ટકરાશે. આ મેચ 9 એપ્રિલે સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. જ્યારે ટીમ પોતાની અંતિમ લીગ મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમશે. જે કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડન્સમાં રમાશે.
રોહિત શર્માની ટીમમાં એવા અનેક ખેલાડી છે જે ટીમ ઈન્ડિયાના પણ પોતાના શાનદાર પ્રદર્શનથી જગ્યા બનાવી લીધી છે. જેમાં સૌથી મોટું નામ રોહિત શર્મા છે. તે સિવાય હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા જેવા ખેલાડી ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે.
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, ડિકોક/ ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર નાઈલ