આ 5 ભારતીય ફાસ્ટ બોલર્સ ટેસ્ટમાં 200થી વધુ વિકેટ ઝડપી ચુક્યા છે, એક ગુજરાતી પણ લિસ્ટમાં
ભારતીય ક્રિકેટ ટીમ તરફથી 200થી વધુ વિકેટ લેનારા બોલર્સમાં શમીનો સમાવેશ થયો છે. સાઉથ આફ્રિકાના રબાડાને પંતના હાથે કેચ આઉટ કરાવવાની સાથે જ તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારો ભારતનો 11મો અને પાંચમો ફાસ્ટ બોલર્સ છે. શમીએ 55મી ટેસ્ટમાં આ સિદ્ધી હાંસલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકપિલ દેવે 50મી ટેસ્ટમાં 200 વિકેટ ઝડપી હતી. કરિયરમાં તેમણે કુલ 434 વિકેટ લીધી છે.
હાલ મેચ રેફરી તરીકે ફરજ બજાવતાં જવાગલ શ્રીનાથે 54મી ટેસ્ટમાં 200મી વિકેટ લીધી હતી. તેણે કુલ 236 વિકેટ ઝડપી છે.
ગુજરાતી બોલર ઝહીર ખાને 63મી ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી. તેણે કરિયરમાં 311 વિકેટ ઝડપી છે.
હાલ ટીમ ઈન્ડિયાના સૌથી વરિષ્ઠ બોલર ઈશાંત શર્માએ પણ 63મી ટેસ્ટમાં 200મી વિકેટ ઝડપી હતી. તે અત્યાર સુધીમાં 311 વિકેટ લઈ ચુક્યો છે.