LSG vs GT: માત્ર ત્રણ બોલરોએ લખનૌને 82માં કર્યું ઓલ આઉટ, જુઓ તસવીરોમાં ગુજરાત કેવી રીતે જીત્યું
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિઝનમાં ગુજરાતની આ 9મી જીત છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2022ની પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ છે. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
ગુજરાત ટાઇટન્સે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
અગાઉ, શુભમન ગિલ (અણનમ 63) અને રાહુલ ટીઓટિયા (અણનમ 22)ની શાનદાર બેટિંગના દમ પર ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
ગુજરાત માટે, ગિલ અને ડેવિડ મિલરે 41 બોલમાં 52 રનની સફળ ભાગીદારી કરી અને ટીમ માટે સન્માનજનક સ્કોરનો પાયો પણ નાખ્યો. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)