Lifestyle: કોઇ રાજાથી કમ નથી Babar Azamની પર્સનલ લાઇફ, રોજની આવક જાણીને રહી જશો દંગ.....
Babar Azam: તમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની ક્રિકેટ કારકિર્દી વિશે ઘણુંબધું સાંભળ્યું હશે, પરંતુ તેમને તેના અંગત જીવન વિશે બહુ માહિતી નહીં હોય. અહીં અમે તમને તેના અંગત જીવનથી લઇને કમાણી, શોખ અને ગર્લફ્રેન્ડ વિશે બતાવી રહ્યાં છીએ, જેને જાણીને તમે દંગ રહી જશો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક છે. વર્તમાન યુગમાં બાબર આઝમને પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક માનવામાં આવે છે. બાબર આઝમ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન છે, અને વર્લ્ડકપ 2023માં પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. બાબર આઝમની ક્રિકેટ લાઈફ વિશે તમે ઘણું જાણતા હશો, પરંતુ શું તમે બાબર આઝમના અંગત જીવન વિશે ઘણું જાણો છો. જો નહીં, તો ચાલો આ આર્ટિકલમાં તમને જણાવીએ કે બાબર આઝમની નેટવર્થ કેટલી છે. બાબર આઝમ શું ખાવાનું પસંદ કરે છે, તેમની જીવનશૈલી કેવી છે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBની સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટમાં બાબર આઝમ ત્રણેય ફોર્મેટની A કેટેગરીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૉન્ટ્રાક્ટ હેઠળ તેને દર મહિને લગભગ 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. તે પાકિસ્તાન સુપર લીગમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંનો એક છે, જે પ્રતિ સિઝનમાં લગભગ 20 લાખ રૂપિયાની કમાણી કરે છે.
વિરાટ કોહલી અને બાબર આઝમની કમાણીની સરખામણી કરીએ તો વિરાટ બાબર કરતા ઘણો આગળ છે. એક રિપોર્ટ અનુસાર, વિરાટ દર વર્ષે લગભગ 7 કરોડ રૂપિયાની કમાણી કરે છે, જ્યારે તે એક મહિનામાં 58.3 લાખ રૂપિયા અને દરરોજ 1.9 લાખ રૂપિયા કમાય છે. જ્યારે બાબર આઝમ એક વર્ષમાં લગભગ 1.5 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વળી, તેની માસિક કમાણી 12.5 લાખ રૂપિયા છે, અને તેની દૈનિક કમાણી લગભગ 41,000 રૂપિયા છે.
બાબર ઓપ્પો, હેડ એન્ડ શૉલ્ડર્સ, કાયો સ્પૉર્ટ્સ અને હુઆવેઈ જેવી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરીને પણ સારી એવી કમાણી કરે છે. જો કે, અમને ખબર નથી કે આ વિવિધ બ્રાન્ડ્સને પ્રમૉટ કરવા માટે તેમને કેટલા પૈસા મળે છે. અહેવાલો અનુસાર બાબરની કુલ સંપત્તિ 32 કરોડ રૂપિયાની આસપાસ છે.
બાબર આઝમની જીવનશૈલી ખૂબ જ સ્ટાઇલિશ છે. તેને મોટા ઘરો અને મોંઘી કારનો ખૂબ શોખ છે. લાહોરમાં તેનું આલીશાન ઘર છે. આ ઉપરાંત તેની પાસે કાર અને બાઈકનું પણ મોટું કલેક્શન છે. તેમની માલિકીની કારમાં Audi A5 અને BAIC BJ40 Plus જીપનો સમાવેશ થાય છે, જે બંનેની કિંમત 50 લાખથી વધુ છે. તેના બાઇક કલેક્શનમાં BMW RR 310 અને Yamaha R1નો સમાવેશ થાય છે.
બાબર આઝમને બિરયાની સૌથી વધુ પસંદ છે. તાજેતરમાં તેણે હૈદરાબાદમાં ખૂબ બિરયાની ખાધી છે, જેની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. બાબરે ઘણી વખત હૈદરાબાદી બિરયાનીના વખાણ પણ કર્યા છે. આ ઉપરાંત તે સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 4 મિલિયનથી વધુ છે. તેના પારિવારિક જીવન વિશે વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ કેટલાક અહેવાલો અનુસાર, બાબરે 2022 માં તેની પિતરાઈ બહેન નાદિયા સાથે સગાઈ કરી લીધી છે.