Photos: વુમન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કરી જોરદાર ઉજવણી, જુઓ ફોટો
ભારતીય ટીમે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું છે. શેફાલી વર્માની ટીમને ફાઇનલમાં જીતવા માટે 69 રનની જરૂર હતી. ભારતે 3 વિકેટે 69 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી. ભારતીય ટીમના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
બીજી તરફ ભારત-ઈંગ્લેન્ડની ફાઈનલ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 17.1 ઓવરમાં માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને ટાઈટલ જીતવા માટે 69 રન બનાવવાના હતા. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ભારત તરફથી તિતાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે મન્નત કશ્યપ, શેફાલી વર્મા અને સોનમ યાદવને 1-1 સફળતા મળી હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ સિવાય ટીમ ઈન્ડિયાની ઓપનર શ્વેતા સેહરાવતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 7 મેચમાં 99ની એવરેજથી 297 રન બનાવ્યા છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
આ પહેલા ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને સુપર-6 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)