રાયડુ- મોઇન અલી જ નહી પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓ પણ નિવૃતિ પાછી ખેંચી ચૂક્યા છે.
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામે એજબેસ્ટન ખાતે 16 જૂનથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની એશિઝ શ્રેણી માટે ટીમ સાથે જોડાયો છે. 35 વર્ષીય મોઈને 2021માં ભારતના પ્રવાસ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોઈન અલી તાજેતરમાં આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમતા જોવા મળ્યો હતો. ચેન્નઈની ટીમમાં રમી ચૂકેલા અંબાતી રાયડુએ આઈપીએલ ફાઈનલ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રાયડુએ 2022 માં પણ નિવૃત્તિ લીધી હતી પરંતુ થોડા સમય પછી ટ્વીટ ડિલીટ કરી અને નિવૃત્તિ પાછી ખેંચી હતી.
માત્ર મોઈન અને રાયડુ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એવા ઘણા દિગ્ગજ છે જેઓ નિવૃતિ પાછી ખેંચીને વાપસી કરી ચૂક્યા છે. આમાં પાકિસ્તાની ક્રિકેટરો સૌથી આગળ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન, શાહિદ આફ્રિદી અને જાવેદ મિયાંદાદ પણ આ કરી ચૂક્યા છે.
ભૂતપૂર્વ ભારતીય બોલર જવાગલ શ્રીનાથે 2002માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ તે પછી સૌરવ ગાંગુલીના કહેવા પર તે મેદાનમાં પાછો ફર્યો હતો. ત્યારબાદ તેને 2003 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ શ્રીનાથ મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યા હતા. તેમણે ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી જ્યાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
ઝિમ્બાબ્વેના ઘાતક બેટ્સમેન બ્રેન્ડન ટેલરે કાઉન્ટી ક્રિકેટમાં તેના કરારને કારણે 2015માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ પછી જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં ટેલરનો કરાર પૂર્ણ થયો ત્યારે તે ફરી એકવાર ઝિમ્બાબ્વે ટીમમાં પાછો ફર્યો.
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ 2010માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પરંતુ તે 2011ના વર્લ્ડ કપમાં રમ્યો હતો. આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા બાદ તેણે ફરીથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ તે ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. આફ્રિદીએ 398 વનડેમાં 8094 રન બનાવ્યા અને 395 વિકેટ લીધી. આખરે આફ્રિદીએ 2016માં ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું હતું.
પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે પણ નિવૃત્તિ લઈ લીધી છે. તે 6 વર્લ્ડ કપ રમ્યો છે. મિયાંદાદે 1996ના વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે 10 દિવસ પછી જ ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો. મિયાંદાદે 124 ટેસ્ટ મેચમાં 8832 રન બનાવ્યા હતા. જ્યારે 231 વનડેમાં 7381 રન બનાવ્યા છે.
1992ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈમરાન ખાન પણ નિવૃત્તિ લઈને બહાર આવેલા લોકોની યાદીમાં સામેલ છે. તેણે 1987માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યારપછી તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિયા ઉલ હકના કહેવા પર ઈમરાન ખાને ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી.