ચીયરલીડર હતી Quinton de Kockની પત્ની Sasha Hurly, Mumbai Indians વિરુદ્ધની મેચ દરમિયાન થયો પ્રેમ

દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડિકોક પિતા બન્યો છે. તેની પત્ની સાશા ડિકોકે દીકરીને જન્મ આપ્યો છે. જેની તસવીરે તેણે સોશિયલ મીડિયામાં શેર કરી માહિતી આપી હતી. ક્વિંટન ડિકોકે પોતાની દીકરીનું નામ કિયારા રાખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ડિકોક અને તેની પત્ની સાશા હર્લીની લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે.

2012માં ચેમ્પિયન લીગ દરમિયાન ડિકોક લાયન્સ તરફથી રમી રહ્યો હતો તો મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચ દરમિયાન તેની નજર સાશા હર્લી પર પડી. સાશા તે મેચમાં ચીયરલીડર હતી.
ડિકોક અને સાશાની પ્રથમ મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી. બંન્નેએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.
2016માં ડિડોક અને સાશાએ લગ્ન કર્યા હતા. બાદમાં સાશા અનેકવાર આઇપીએલમાં ડિકોકના સપોર્ટમાં સ્ટેડિયમ પણ આવી ચૂકી છે.
ડિકોક અને સાશાએ તેમની દીકરીનું નામ કિયારા રાખ્યું છે.
તાજેતરમાં ડિકોકે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી.
ડિકોક 19 જાન્યુઆરીથી ભારત વિરુદ્ધ વન-ડે સીરિઝમાં રમતો જોવા મળશે.