Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
In Pics: કૉરી એન્ડરસન, ડેવિડ વીજેથી ડર્ક નીનસ સુધી... આ ખેલાડીઓએ ટી20 વર્લ્ડકપમાં 2 દેશોનું કર્યુ પ્રતિનિધિત્વ
T20 World Cup 2024: શું તમે જાણો છો કે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં એવા ઘણા ખેલાડીઓ છે જેઓ બે દેશો માટે રમ્યા છે. આ યાદીમાં ઘણા મોટા નામ સામેલ છે, જેમણે બે દેશોનું પ્રતિનિધિત્વ કર્યું છે. કૉરી એન્ડરસન, ડેવિડ વીજે, રૉલ્ફ વાન ડેર મર્વ અને માર્ક ચેપમેન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કૉરી એન્ડરસને સૌથી ઝડપી સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. પરંતુ તે ન્યૂઝીલેન્ડ માટે લાંબો સમય રમી શક્યો ન હતો. આ પછી તે અમેરિકા તરફ વળ્યો. હવે કૉરી એન્ડરસન અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે આ ઓલરાઉન્ડરે 2 દેશો માટે T20 વર્લ્ડકપ રમ્યો છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
વળી, આ યાદીમાં બીજું નામ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડેવિડ વીજેનું છે. ડેવિડ વીજે લાંબા સમય સુધી દક્ષિણ આફ્રિકા માટે રમ્યો હતો, અને T20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની ટીમનો પણ ભાગ હતો, પરંતુ હવે તે નામિબિયા માટે રમી રહ્યો છે. આ રીતે ડેવિડ વીજે 2 દેશો માટે T20 વર્લ્ડકપ રમ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડર્ક નિનાસની ગણતરી T20 ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બોલરોમાં થતી હતી. આ બોલરે પોતાના કેરિયરની શરૂઆત ઓસ્ટ્રેલિયા માટે કરી હતી, પરંતુ તે પછી તે નેધરલેન્ડ જતો રહ્યો હતો. ડર્ક નિનાસ એવા ખેલાડીઓમાં સામેલ છે જેણે T20 વર્લ્ડકપમાં બે દેશોનું પ્રતિનિધિત્વ કર્યું છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
રૉલ્ફ વાન ડેર મર્વે દક્ષિણ આફ્રિકા તરફથી કારકિર્દીની શરૂઆત કરી હતી. લાંબા સમય સુધી દક્ષિણ આફ્રિકા માટે રમતો રહ્યો, પરંતુ પછી નેધરલેન્ડ ગયા. દક્ષિણ આફ્રિકા સિવાય રોલ્ફ વાન ડેર મર્વે T20 વર્લ્ડકપમાં નેધરલેન્ડ તરફથી રમ્યો હતો. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
માર્ક ચેપમેને ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી આ યુવા બેટ્સમેન ન્યૂઝીલેન્ડ છોડીને હોંગકોંગ ચાલ્યો ગયો. હવે માર્ક ચેપમેન ન્યૂઝીલેન્ડ તરફથી રમે છે. આ રીતે, માર્ક ચેપમેન એવા ખેલાડીઓની યાદીમાં સામેલ છે જેણે T20 વર્લ્ડકપમાં બે દેશોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)